બિપરજોય/ પોરબંદરમાં સરકારના આગોતરા આયોજનના લીધે નુકસાન ટળ્યુઃ જિલ્લા વહીવટીતંત્રની અસરકારક કામગીરી

પોરબંદરમાં કલેકટર કે.ડી. લાખાણી દ્વારા વાવાઝોડાની નુકસાનીના સર્વે માટે બનાવેલી 27 ટીમોની કામગીરી દરમિયાન  પીજીવીસીએલના 342 પોલને નુકશાન 38 મકાનો  અને 15 બોટને સામાન્‍ય નુકશાન 117 ઝાડ પડી ગયાની પ્રાથમિક માહિતી મળી હતી.

Top Stories Gujarat
Porbandar Biparjpy પોરબંદરમાં સરકારના આગોતરા આયોજનના લીધે નુકસાન ટળ્યુઃ જિલ્લા વહીવટીતંત્રની અસરકારક કામગીરી

પોરબંદરઃ સ્થાનિક સત્તાવાળાઓ Biparjoy રાજય સરકાર અને કેન્દ્ર સરકારના જબરજસ્ત સંકલન, અદભુત આયોજન અને પૂર્વતૈયારીના લીધે પોરબંદરને બિપરજોય વાવાઝોડામાં ખાસ નુકસાન થયું નથી. પોરબંદરમાં કલેકટર કે.ડી. લાખાણી દ્વારા વાવાઝોડાની નુકસાનીના સર્વે માટે બનાવેલી 27 ટીમોની કામગીરી દરમિયાન  પીજીવીસીએલના 342 પોલને નુકશાન 38 મકાનો  અને 15 બોટને સામાન્‍ય નુકશાન 117 ઝાડ પડી ગયાની પ્રાથમિક માહિતી મળી હતી. પૂર્વ પ્‍લાનિંગ,ટીમ વર્ક અને સરકારના સતત માર્ગદર્શનને લીધે મોટી નુકસાની ટળી છે

બિપરજોય વાવાઝોડાની  આગાહી મુજબ Biparjoy પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ સરકારના સતત માર્ગદર્શન મુજબ આગમચેતીના પગલા લઈ ટીમ વર્કથી પ્‍લાનિંગ કરતા મોટી જાનહાનિ ટળી છે.જોકે ભારે પવનને લીધે પીજીવીસીએલના 342 પોલ પડી જતાં વીજ સેવાને અસર થઈ છે. પ્રભાવિત ફીડરોમાં વીજળી ચાલુ કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.

કલેક્‍ટર કે. ડી. લાખાણીએ વાવાઝોડું દરિયામાંથી Biparjoy પસાર થયા બાદ  જણાવ્‍યુ હતું કે અગાઉથી આગાહી મુજબ અમારી ટીમ તૈયાર હતી. રેવન્‍યુ પોલીસ, પંચાયત, નગરપાલિકા, એન ડી આર એફ,એસ ડી આર એફ તેમજ અન્‍ય લાઈન ડિપાર્ટમેન્‍ટ એમ બધા જ વિભાગોના સંકલનથી વાવાઝોડાની અસર દરમિયાન જે રજૂઆતો કે કોલ આવ્‍યા હતા તેનો બહુ ઓછા સમયમાં નિકાલ કરી સેવાઓ શરૂ કરવામાં આવી છે. અત્‍યારે તમામ માર્ગો ખુલ્લા છે. 342માંથી 75 પોલ ઉભા કરી દેવામાં આવ્‍યા છે અને જ્‍યાં વીજળી નથી ત્‍યાં વહેલાસર વીજળી  સ્‍થાપિત થાય તે માટે પીજીવીસીએલની ટીમો કામગીરી કરી રહી છે. પાણી પુરવઠા બોર્ડના હેન્‍ડ પંપ પણ જલ્‍દી શરૂ થઈ જાય તે માટે કામગીરી થઈ રહી છે.

તે જ પવનને લીધે નાના મોટા 38 મકાનોના નુકસાનીના Biparjoy અહેવાલ છે અને 15 બોટને પણ સામાન્‍ય નુકસાન થયાની વિગતો મળી છે. 117 જગ્‍યાએ ઝાડ પડી ગયા છે. જિલ્લાના લોકોને સમયસર આગમચેતીની માહિતી મળી જતા અવર-જવર ઘટતા ઝાડ પડવાથી એક પણ વ્‍યક્‍તિને ઈજા થયાના અહેવાલ નથી.

રાજ્‍ય સરકારના માર્ગદર્શન હેઠળ નુકસાનીનો પાકો Biparjoy અંદાજ અને સર્વે માટે 27 ટીમો બનાવવામાં આવી છે. જેમાં છ નગરપાલિકા વિસ્‍તારની અને 21 ગ્રામ્‍ય માટે પંચાયત દ્વારા બનાવવામાં આવી છે.  આ વાવાઝોડામાં કાચા મકાન અને ઝૂંપડામાં રહેતા લોકોની સલામતી માટે માઇક્રો પ્‍લાનિંગ કરવામાં આવ્‍યું હતું. રાજ્‍ય સરકાર દ્વારા પણ આ બાબતે સતત માર્ગદર્શન મળતા વિવિધ ટીમો બનાવી લોકોને આશ્રયસ્‍થાનો પર સલામત રીતે પહોંચાડવામાં આવ્‍યા હતા.

 

આ પણ વાંચોઃ RTO-Dealer/ નવા વાહનોની નોંધણીની પૂરી પ્રક્રિયામાંથી RTOનો એકડો જ નીકળી જશે, ડીલરોની રહેશે જવાબદારી

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ વાવાઝોડા બાદ સાબરકાંઠાના સાત જીલ્લામાં નોધાયો આટલો વરસાદ

આ પણ વાંચોઃ ચોરી મેરા કામ/ વાવાઝોડાથી ચોરોને થયો ફાયદો, ઇડરમાં 11 દુકાનોમાં ત્રાટક્યા તસ્કરો, મંદિરમાં પણ કરી ચોરી