Cyclone Biparjoy/ વાવાઝોડા બાદ સાબરકાંઠાના સાત જીલ્લામાં નોધાયો આટલો વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે સામાન્ય કરતા વધારે પવન કેટલાક વિસ્તારોમાં મોડી સાંજે ફૂંકાયો હતો. પરંતુ થોડીવાર પવન ફૂંકાયા બાદ સ્થિતી

Top Stories Gujarat Others
Sabarkantha

બિપરજોય વાવાઝોડાની અસર હવે સાબરકાંઠામાં જોવા મળી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જોકે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સર્વત્ર વરસાદ નોધાયો છે. પોશીનામાં  6 કલાકમાં સવા બે ઇંચ વરસાદ નોધાયો હતો, લાંબડીયા, દેલવાડા, કોટડા સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું, પોશીના પથકમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા, જ્યારે ઉપરવાસ અને પોશીનામાં વરસાદથી પનારી નદીમાં નીરની આવક થઈ હતી.

સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે સામાન્ય કરતા વધારે પવન કેટલાક વિસ્તારોમાં મોડી સાંજે ફૂંકાયો હતો. પરંતુ થોડીવાર પવન ફૂંકાયા બાદ સ્થિતી સામાન્ય રહી હતી. જોકે હવામાન વિભાગે 16 અને 17 જૂને વરસાદ વરસવાની આગાહી કરી છે. જિલ્લામાં વરસાદ અને પવનને લઈ તંત્ર અગાઉથી જ સતર્ક રહ્યુ છે.

બિપરજોય ચક્રવાત શુક્રવાર સાંજે સાયક્લોનિક સ્ટ્રોમમાંથી નબળું પડી બનાસકાંઠાના થરાદથી લગભગ 70 કિમી દૂર ભારત-પાકિસ્તાન બોર્ડર પર ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું. ત્યારે સાબરકાંઠામાં વિરામ બાદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગરમાં વરાસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના ઘણા ખરા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ હોય એવા ઝાપટા વરસ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના 7 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને ભારે પવન સાથે વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 29 મિમીથી 88 મિમી વરસાદ નોંધાયો હતો, એટલે કે સવા ઇંચથી લઈને પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ વડાલીમાં 88 મિમી, તો સૌથી ઓછો વરસાદ તલોદમાં 29 મિમી નોંધાયો હતો. આજે વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને બે કલાકમાં આઠમાંથી ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અરવલ્લી જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો સાથે સાથે વરસાદની પણ શરૂઆત થઈ હતી. મેઘરજ, ધનસુરા, મોડાસા, બાયડ તાલુકાઓમાં ભારે પવનના કારણે છાપરા ઉડવાની ઘટનાઓ સામે આવી છે. વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ જોવા મળી છે. જિલ્લામાં મોડાસામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ધનસુરામાં પણ 2.5 ઇંચ વરસાદ, બાયડ અને ભિલોડા માં 1થી 1.5 ઇંચ અને માલપુર અને મેઘરજમાં પણ સરેરાશ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો, ઈસમે યુવતીની સગાઈ તોડવા કર્યું એવું કે..

આ પણ વાંચો:જૂનાગઢમાં દરગાહના ગેરકાયદે બાંધકામને લઈને હોબાળો! લોકોએ આગચંપી સાથે પોલીસ ચોકી પર કર્યો હુમલો

આ પણ વાંચો:બિપરજોય વાવાઝોડાની આફત ટળી, હર્ષ સંઘવીની દ્વારકા પર ચાંપતી નજર

આ પણ વાંચો:વાવાઝોડાના લીધે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને પાંચ હજાર કરોડનો ફટકો પડ્યો