ભીષણ આગ/ થાઈલેન્ડના નાઈટક્લબમાં આગ લાગતા 13 લોકોના મોત, 35ની હાલત ગંભીર

થાઈલેન્ડના ચોનબુરી પ્રાંતમાં એક નાઈટ ક્લબમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે અને 35 લોકો ઘાયલ થયા છે

Top Stories World
1 8 થાઈલેન્ડના નાઈટક્લબમાં આગ લાગતા 13 લોકોના મોત, 35ની હાલત ગંભીર

થાઈલેન્ડના ચોનબુરી પ્રાંતમાં એક નાઈટ ક્લબમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે અને 35 લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સ્થાનિક સમય મુજબ શુક્રવારે રાત્રે થયો હતો. આગ લાગી ત્યારે નાઈટ ક્લબમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. પોલીસ કર્નલ વુટિપોંગ સોમજાઈએ જણાવ્યું હતું કે સટ્ટાહિપ જિલ્લામાં માઉન્ટેન બી નાઈટક્લબમાં  આગ ફાટી નીકળી હતી. મોટાભાગના પીડિતો થાઈલેન્ડના નાગરિકો છે, જ્યારે કેટલાક વિદેશી પણ હોઇ શકે છે,હાલમાં સત્તાવાર માહિતી સામે આવી નથી.આગ ક્યાં કારણસર લાગી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. ઘાયલોની હાલત અતિ ગંભીર છે.