Baroda-Suicide/ વડોદરામાં સામૂહિક આત્મહત્યાઃ બેના મોત, આર્થિક તંગી કારણભૂત

વડોદરામાં આર્થિક તંગીના લીધે સામૂહિક આપઘાતના બનાવમાં બેના મોત નીપજ્યા છે જ્યારે એકને બચાવી લેવાયા છે. વડોદરામાં એક જ મહિનામાં સામૂહિક આપઘાતનો બીજો કિસ્સો જ બનવા પામ્યો છે. 

Top Stories Gujarat Vadodara
Vadodara suicide વડોદરામાં સામૂહિક આત્મહત્યાઃ બેના મોત, આર્થિક તંગી કારણભૂત

વડોદરાઃ વડોદરામાં આર્થિક તંગીના Baroda Suicide લીધે સામૂહિક આપઘાતના બનાવમાં બેના મોત નીપજ્યા છે જ્યારે એકને બચાવી લેવાયા છે. વડોદરામાં એક જ મહિનામાં સામૂહિક આપઘાતનો બીજો કિસ્સો જ બનવા પામ્યો છે.

સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા આધેડ સહિત પત્ની અને પુત્રએ આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ વડોદરા શહેરના પિરામિતર રોડની કાછિયા પોળ ખાતે ભાડાના Baroda Suicide મકાનમાં રહેતા પંચાલ પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે. આ કુટુંબે આર્થિક સંકડામણના લીધે આત્મહત્યા કરી હોવાનું મનાય છે.  બચી ગયેલા મુકેશ પંચાલે જણાવ્યું હતું કે ઘરે ખાવાના પણ રૂપિયા નથી.

કુટુંબમાં પુત્ર મિતુલ પંચાલ ગળે ફાંસો ખાધેલી સ્થિતિમાં મળ્યો છે. જ્યારે માતા નયનાબેનનો મૃતદેહ ઘરેથી મળી આવ્યો છે. કુટુંબના મુખ્ય સભ્ય મુકેશ પંચાલે જાતે ઝેરી દવા ગટગટાવી તેના પછી દાઢી કરવાની બ્લેડ મારીને Baroda Suicide ઇજા કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. તેમને ગંભીર સ્થિતિમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મુકેશ પંચાલ કાછીયા પોળમાં કુટુંબ સાથે ભાડાના મકાનમાં રહેતા હતા અને ખાનગી સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા.

આજે સવારે સાડા છ કલાકે તેઓએ ઘરમાંથી બચાવો બચાવોની બુમો પડતા પાડોશીઓ દોડી આવ્યા હતા. જ્યાં જઈને જોતા પુત્રે ગળે ફાંસો ખાધો હતો અને માતાનો મૃતદેહ જમીન પર પડેલો હતો. જ્યારે મુકેશ પંચાલ પોતે લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યા હતા.

સમગ્ર મામલાની તપાસ માટે નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અભય સોની પહોંચ્યા હતા અને એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસ તપાસ બાદ જ બહાર આવશે કે શું કારણ છે અને કયા કારણસર આ બનાવ બન્યો છે.

 

આ પણ વાંચોઃ Gujarat Rains/ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મહીસાગરમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ ખાબક્યો

આ પણ વાંચોઃ Big Breaking/ST બસના ભાડામાં કરાયો વધારો, હવે પ્રતિ કિલોમીટર હવે ચુક્કવું પડશે આટલું ભાડું, પ્રતિ કિ.મી.ના હિસાબે ભાડામાં વધારો

આ પણ વાંચોઃ Sardar Sarovar Dam/સરદાર સરોવર ડેમે 130 મીટરની સપાટી વટાવી

આ પણ વાંચોઃ કમર તોડતા રસ્તાઓ/બિસ્માર રસ્તા મુદ્દે સ્થાનિકોમાં આક્રોશ, વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ પડી રહી છે અરસ

આ પણ વાંચોઃ પંચમહાલ/ઉજડા ગામે મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, ”માટી મેટલના રસ્તાઓનાં કામો માંટે લાખો રૂપિયા ઉઠાવ્યા”