મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકારણની સાથે કાયદાકીય લડાઈ તેજ બની રહી છે. શિવસેનાના નેતા સંજય રાઉતના આરોપ બાદ મુંબઈ પોલીસે ભાજપના નેતા કિરીટ સોમૈયા અને તેમના પુત્ર નીલ સોમૈયા વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.
રાઉતે મંગળવારે સોમૈયા પર યુદ્ધ જહાજ INS વિક્રાંત માટે ભંડોળ એકત્ર કરવામાં હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ કેસમાં રૂ. 57 કરોડથી વધુની કથિત ગેરરીતિનો કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસના એક અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી હતી. 53 વર્ષીય ભૂતપૂર્વ સૈનિકની ફરિયાદના આધારે, ઉપનગરીય માનખુર્દના ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે મહારાષ્ટ્રમાં કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ની મહા વિકાસ અઘાડી સરકાર સામે શીત યુદ્વ ચાલી રહ્યો છે, જેના પગલે એક બીજા પર કેસ કરવાના એક પણ મોક જવા દેતા નથી, મહારાષ્ટ્ર સરકારે આત્રેપ લગાવ્યા છે કે કેનદ્ર સરકાર કેન્દ્રીય એજન્સીનો બેફામ ઉપયોગ કરી રહી છે. હાલમાં મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેના સાળા પર ઇડીએ સંકજો ખેંચ્યો હતો જેના પગલે રાજકારણ ગરમાઇ ગયુ હતું અને આ કેસમાં અપડેટ કરવામાં આવે છે જેના પગલે સ્થિતિ વધુ પેચીદી બનતી જાય છે.