ભરૂચ/ વાગરા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સુલેમાન પટેલ સહિત 45થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, ચૂંટણી ફોર્મ ભરવાનું બાકિ, કાર્યકરોમાં ચિંતા

સામુહિક ભોજન લીધા બાદ કાર્યક્રમમાં હાજર 45થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટીની અસર થઈ હતી. જેમાં વાગરાના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલ પણ સામેલ હતા

Top Stories Gujarat
12 8 વાગરા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સુલેમાન પટેલ સહિત 45થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, ચૂંટણી ફોર્મ ભરવાનું બાકિ, કાર્યકરોમાં ચિંતા

ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે,આજે પ્રથમ તબક્કાની ચૂંટણી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આવામાં તમામ પાર્ટીના ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ભરૂચથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ભરુચમાં વાગરા બેઠકના ઉમેદવાર સુલેમાન પટેલ ફૂડ પોઇઝનિંગનો શિકાર બની ગયા છે.મહત્વની વાત એ છે કે હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ સુલેમાન પટેલે હજુ ઉમેદવારી ફોર્મ ભર્યું નથી અને આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.

ભરુચના વાગરા તાલુકામાં ચાંચવેલ ગામે સામુહિક ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સામુહિક ભોજન લીધા બાદ કાર્યક્રમમાં હાજર 45થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટીની અસર થઈ હતી. જેમાં વાગરાના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલ પણ સામેલ હતા. તબિયત લથડતા સુલેમાન પટેલ સહિત તમામ અસરગ્રસ્તોને સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.