KCF Chief Killed/ ખાલિસ્તાની પરમજીત સિંહ પંજવડની પાકિસ્તાનમાં કરાઈ હત્યા, ઘરમાં ધૂસીને મારી ગોળી

પરમજીત સિંહ જોહર નગરની સનફ્લાવર સોસાયટીમાં રહેતા હતા. તેઓ સવારે 6 વાગે વોકીંગ કરી રહ્યા હતા. તે જ સમયે બે લોકો બાઇક પર આવ્યા અને તેમના પર ફાયરિંગ કર્યું.

Top Stories World
પરમજીત સિંહ

ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF)ના ચીફ પરમજીત સિંહ પંજવડની પાકિસ્તાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘરમાં ઘૂસીને ગોળી માર્યા બાદ પરમજીત સિંહનું મોત થયું હતું. લાહોરના જોહર ટાઉનમાં રહેતા પરમજીત સિંહ ઉર્ફે મલિક સરદારના ઘરમાં બે અજાણ્યા લોકોએ ઘૂસીને ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં પરમજીત સિંહ સાથે રહેતો અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, પરમજીત સિંહ જોહર નગરની સનફ્લાવર સોસાયટીમાં રહેતા હતા. તેઓ સવારે 6 વાગે વોકીંગ કરી રહ્યા હતા. તે જ સમયે બે લોકો બાઇક પર આવ્યા અને તેમના પર ફાયરિંગ કર્યું. જણાવી દઈએ કે પરમજીત સિંહ ભારતમાં ડ્રોન દ્વારા હથિયારો અને ડ્રગ્સની દાણચોરીમાં સામેલ હતા. તેઓ વર્ષ 1986માં KCFમાં જોડાયા હતા.

પરમજીતનો પરિવાર જર્મનીમાં થયો હતો સ્થાયી

પરમજીત સિંહે બાદમાં KCFની કમાન સંભાળી હતી. તેઓ પાકિસ્તાન ભાગી ગયા હતા જ્યાં તેમને આશ્રય પણ મળ્યો હતો. બાદમાં તેમનો સમાવેશ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાં થાય છે. તેમણે હેરોઈન અને હથિયારોની દાણચોરી કરીને KCFને સક્રિય રાખ્યું હોવાનું કહેવાય છે. એક તરફ પાકિસ્તાન સરકાર તેના અસ્તિત્વને નકારે છે તો બીજી તરફ તેની પત્ની અને બાળકો લાહોરથી જર્મની ગયા છે.

હકીકતમાં, KCF નામનું આ સંગઠન ભારત અને પાકિસ્તાન સહિત વિશ્વના વિવિધ ભાગોમાં કાર્યરત ખાલિસ્તાન સમર્થક ઉગ્રવાદી જૂથોને એકસાથે લાવવા માંગે છે. KCFનો ઉદ્દેશ્ય તેમની મદદથી ‘શીખ હોમલેન્ડ’ બનાવવાનો છે. આ સંગઠનની હાજરી પાકિસ્તાન, કેનેડા અને બ્રિટનમાં છે.

આ પણ વાંચો: ‘મલ્લિકાર્જુન ખડગે અને તેમના આખા પરિવારને મારવાની ફિરાકના BJP નેતા’, કોંગ્રેસના નેતા સુરજેવાલાનું મોટું નિવેદન

આ પણ વાંચો:બેંગલુરુમાં ભાજપનું કાર્પેટ બોમ્બિંગ, PM મોદીનો 26 કિલોમીટરનો મેગા રોડ શો

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં બે આતંકવાદી ઠાર

આ પણ વાંચો:ભારતીય રાષ્ટ્રપતિ ધનખરની પ્રિન્સ ચાર્લ્સ સાથે મુલાકાત