Gujarat News/ GCCI Election 2026-27: ગુજરાત ચેમ્બરમાં નવા પ્રમુખની પસંદગીની તૈયારી, રાજેશ ગાંધી પ્રમુખ બનવાની શક્યતા

GCCI Election 2026: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં વર્ષ 2026-27 માટે પ્રમુખ, સિનિયર ઉપપ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારીની 25 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. નવા નેતૃત્વને લઈને વેપારી વર્તુળમાં ઉત્સુકતા વધી છે.

Top Stories Gujarat Others Breaking News
GCCI Election 2026: પ્રમુખ સહિત 25 હોદ્દા માટે મતદાન

Gujarat News: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI Election 2026)માં વર્ષ 2026-27 માટે નવા હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ છે. હાલના હોદ્દેદારોનો કાર્યકાળ પૂર્ણ થવા આવ્યો હોવાથી હવે પ્રમુખ, સિનિયર ઉપપ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારીની કુલ 25 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.

GCCI Election 2026: ઉપપ્રમુખ પદ માટે પણ અનેક દાવેદારો મેદાનમાં

ચેમ્બરના નિયમો મુજબ પ્રમુખનો કાર્યકાળ અગાઉ એક વર્ષનો હતો. જોકે બંધારણમાં સુધારો કરવામાં આવ્યા બાદ કાર્યકાળ બે વર્ષનો કરવામાં આવ્યો હતો. તેના કારણે વર્તમાન પ્રમુખ સંદીપ એન્જિનિયર સતત બે વર્ષ સુધી આ પદ પર રહ્યા હતા. હવે આગામી કાર્યકાળ માટે વર્તમાન સિનિયર ઉપપ્રમુખ રાજેશ ગાંધી નવા પ્રમુખ તરીકે સુકાન સંભાળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સિનિયર ઉપપ્રમુખની પસંદગી માટે પણ ખાસ પ્રક્રિયા અમલમાં છે. નવા નિયમો અનુસાર રૂ. 500 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિમાંથી પાંચ પૂર્વ પ્રમુખોની વિશેષ સમિતિ સર્વાનુમતે ઉમેદવારની પસંદગી કરે છે. વેપારી વર્તુળમાં ચાલી રહેલી ચર્ચા મુજબ જિગીશ દોશી આ પદ માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

ઉપપ્રમુખ પદ માટે પણ રસપ્રદ સ્પર્ધા જોવા મળી શકે છે. વર્તમાન ઉપપ્રમુખ અપૂર્વ શાહનો કાર્યકાળ પૂર્ણ થતાં નવા ઉમેદવારોના નામ ચર્ચામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સચિન પટેલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. ઉપરાંત અંકિત પટેલ અને મિહિર પટેલના નામો પણ સંભવિત દાવેદારો તરીકે ચર્ચામાં છે.

ચૂંટણી (GCCI Election 2026) પૂર્ણ થયા બાદ નવી ચૂંટાયેલી કારોબારીની પ્રથમ બેઠક યોજાશે. આ બેઠકમાં જ નવા સેક્રેટરી અને ટ્રેઝરર (ખજાનચી)ની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

GCCIની આ ચૂંટણી (GCCI Election 2026)ને લઈને વેપારી અને ઔદ્યોગિક વર્તુળોમાં અત્યારથી જ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ઉમેદવારોના નામો અને ચૂંટણી (GCCI Election 2026)ની પ્રક્રિયા વધુ સ્પષ્ટ બનવાની શક્યતા છે.


આ પણ વાંચો:ગાંધીનગરમાં GCCI આયોજીત ત્રિદિવસીય એન્યુઅલ ટ્રેડ એક્સપોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ…

આ પણ વાંચો:GCCI દ્વારા ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025નું આયોજન, આ ઇવેન્ટ નેટ ઝીરો વિઝનને પરિપૂર્ણ કરશે

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રી(GCCI)ના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહ્યા