ઉત્તરપ્રદેશ રાજ્યમાં અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 176 બિલ્ડીંગનાં માલિકો અને મેનેજમેન્ટને નોટિસ મોકલી છે. આ નોટીસ જર્જરિત થયેલાં બાંધકામને કાં તો રિપેર કરાવે અથવા એનો વિનાશ કરે એ માટેની છે.
AMC દ્વારા મોકલાયેલી 176 નોટિસમાં એ વિસ્તારનાં અમુક મંદિરો પણ શામેલ છે, જેને મંદિરનું બાંધકામ ફરીથી કરવા માટે અથવા વિનાશ કરવા માટે કહેવામાં આવ્યું છે.
નોટિસ મોકલવામાં આવેલ દરેક બાંધકામ જર્જરિત હાલતમાં છે. આ બાંધકામને રીનોવેશન કરવાં માટે અથવા બાંધકામને જમીનદોસ્ત કરવા માટે કહેવામાં આવ્યું છે.
RS Gupta, Commissioner AMC, says,”Whether temple or a residence, people have the option to renovate it or demolish it themselves.They can also tell AMC to demolish it. Out of 176, 59 ppl have already got their constructions renovated & 6 of them have demolished their buildings." pic.twitter.com/0SliO5B9uE
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 15, 2018
AMC નાં કમિશનર આર એસ ગુપ્તાએ જણાવ્યું કે, રહેણાંક હોય કે મંદિર, લોકો પાસે વિકલ્પ છે કે તેઓ ફરીથી બાંધકામ કરે અથવા એમની જાતે હાલનાં બાંધકામને તોડી પાડે. તેઓ AMC ને પણ કહી શકે છે બાંધકામને જમીનદોસ્ત કરવા માટે. મોકલાયેલી 176 નોટિસમાંથી 59 લોકોએ એમનાં બાંધકામનું રીનોવેશન પહેલેથી કરાવી દીધું છે અને 6 લોકોએ એમનાં બાંધકામને તોડી પાડ્યું છે.
