ઓરિસ્સા,
વર્ષ ૧૯૯૮માં અટલ બિહારી વાજયેપીના પ્રધાનમંત્રી કાર્યકાળ દરમિયાન રાજસ્થાનના પોખરણમાં પરમાણું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે ભારત વધુ એકવાર પોતાની સૈન્ય તાકાતનો પરચો દુનિયાને બતાવવા માટે તૈયારી કરી રહ્યું છે.
આ જ અરસામાં રવિવારે બેલસ્ટિક મિસાઈલ અગ્નિ-૫નું છઠ્ઠી વાર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ બેલસ્ટિક મિસાઈલની મારક ક્ષમતા ૫૦૦૦ કિલોમીટર છે. બીજી બાજુ અગ્નિ-૫ના આ સફળ પરીક્ષણને દેશના રક્ષા ક્ષેત્રની મોટી સફળતા માનવામાં આવી રહી છે.
India successfully test-fired nuclear-capable ballistic missile Agni-5 from Integrated Test Range at Abdul Kalam Island off Odisha coast
Read @ANI Story | https://t.co/MqSNxiwiyy pic.twitter.com/kmZPVf8So1
— ANI Digital (@ani_digital) June 3, 2018
અત્યારસુધી કરાયેલા અગ્નિ-૫ના પાંચ સફળ પરીક્ષણ બાદ રવિવારે ઓરિસ્સાના સમુદ્રી તટ પરના અબ્દુલ કલામ ટાપુ પરથી છઠ્ઠું પરીક્ષણ કરાયું છે. આ અગ્નિ-૫ બેલેસ્ટિક મિસાઈલને સ્ટ્રેટેજિક ફોર્સેજ કમાંડ (એસએફજસી)ના હેઠળ શામેલ કરવામાં આવી છે. નોધનીય છે કે, સ્ટ્રેટેજિક ફોર્સેજ કમાંડ દેશના પરમાણું હથિયારોની દેખરેખ રાખે છે.
આ બેલેસ્ટિક મિસાઈલની મુખ્ય ખાસયિત એ છે કે, આ મિસાઈલની ૫ હજાર કિલોમીટરની રેંજમાં કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન, સમગ્ર ચીન સહિત યુરોપ અને આફ્રિકાના કેટલાક હિસ્સાઓ પણ તેની રડારમાં હશે.
આ બેલેસ્ટિક મિસાઈલ ૧૦૦૦ કિલો સુધી ન્યુક્લિયર હથિયાર લઇ શકે છે. અગ્નિ-૫ ૧૭ મીટર લાંબી છે અને તેનું વજન ૫૦ ટન છે. સાથે સાથે આ મિસાઈલના લોન્ચિંગ સિસ્ટમમાં કેનસ્ટર ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તેને સહેલાઈથી કોઈ પણ જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવામાં આવી શકે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા અત્યારસુધી કરાયેલા અગ્નિ-૫ના પાંચ સફળ પરીક્ષણ બાદ રવિવારે કરવામાં આવેલું પરીક્ષણ પણ સફળ રહ્યું છે, ત્યારે આગામી સમયમાં ભારતના રક્ષા ક્ષેત્રના બેડામાં નવી અત્યાધુનિક મિસાઈલનો સમાવેશ થશે.
