Not Set/ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો પુત્ર મિત કોપી કેસમાં દોષી, દોઢ વર્ષ સુઘી નહી આપી શકે પરીક્ષા

થોડા સમય પહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો પુત્ર મિત બીસીએની પરીક્ષામાં ચોરી કરતા પકડાયો હતો, બાદમાં તેની સામે કોપી કેસ થયો હતો, હવે જણાવી દઇએ કે તે દોષી સાબિત થયો છે. મિત જીતુ વાઘાણી એમ.જે.કોલેજ ઓફ કોમર્સનો વિદ્યાર્થી હતો અને સ્વામી વિવેકાનંદ કોલેજમાં બીસીએ સેમેસ્ટર-1ની એટીકેટીની પરીક્ષામાં ચોરી કરતા પકડાયો હતો, હવે કમિટિએ તેને […]

Top Stories Gujarat

થોડા સમય પહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો પુત્ર મિત બીસીએની પરીક્ષામાં ચોરી કરતા પકડાયો હતો, બાદમાં તેની સામે કોપી કેસ થયો હતો, હવે જણાવી દઇએ કે તે દોષી સાબિત થયો છે. મિત જીતુ વાઘાણી એમ.જે.કોલેજ ઓફ કોમર્સનો વિદ્યાર્થી હતો અને સ્વામી વિવેકાનંદ કોલેજમાં બીસીએ સેમેસ્ટર-1ની એટીકેટીની પરીક્ષામાં ચોરી કરતા પકડાયો હતો, હવે કમિટિએ તેને દોષી ઠેરવ્યો છે અને તેને દોઢ વર્ષ સુધી પરીક્ષામાં ન બેસવા દેવાની સજા આપવામાં આવી છે.

ઉપરાંત એનએસયુઆઈનાં ગિરિરાજ વાળા પણ યુનિવર્સિટીનાં એક્સટર્નલ કેન્દ્રમાં ચાલી રહેલી બીએ સેમેસ્ટર-1 ની પરીક્ષાનાં સંસ્કૃતનાં પેપરમાં ચોરી કરતા પકડાયો હતો. આ સિવાય સંઘનાં મહેશ વ્યાસનો પુત્ર તુષાર પણ એમ.કોમ એક્સટર્નલ પાર્ટ-1ની પરીક્ષામાં ચોરી કરતા પકડાયો હતો, જેમાં હવે મિત અને ગિરિરાજ દોઢ વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે અને તુષારને ત્રણ વર્ષ સુધી પરીક્ષા ન આપવા દેવાનો યુનિવર્સિટીની કમિટી દ્વારા નિર્ણય કરાયો છે. આ ત્રણેય વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેઓ રાજકીય વગ ધરાવતા કુટુંબમાંથી આવે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપનાં અધ્યક્ષ જીતુ વાઘાણીનો દિકરો મિત વાઘાની BCAની પરીક્ષામાં કોપી કરતા પકડાઇ ગયો હતો. મિત જીતુ વાઘાણી એમ.જે.કોલેજ ઓફ કોમર્સનો વિદ્યાર્થી હતો અને સ્વામી વિવેકાનંદ કોલેજમાં બીસીએ સેમેસ્ટર-1ની એટીકેટીની પરીક્ષામાં ચોરી કરતા પકડાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન