રવિવારે એક તરફ જ્યા લંડનમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે આઈસીસી વિશ્વકપની ફાઈનલ મેચ ચાલી રહી હશે, ત્યારે જ ત્યાથી 12 કિલોમીટર દૂર ટેનિસનાં સૌથી પ્રતિષ્ઠિત ગ્રૈંડ સ્લેમ ટૂર્નામેન્ટની ફાઈનલ પણ રમાશે. તાજેતરનાં વિમ્બલડન વિજેતા અને વિશ્વનાં નંબર-1 પુરુષ ટેનિસ ખેલાડી સર્બિયાનાં નોવાક જોકોવિક અને સ્વિટ્ઝરલેન્ડનાં રોજર ફેડરરએ વર્ષનાં ત્રીજા ગ્રૈંડ સ્લેમ વિંબલડનનાં ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બંન્ને ખેલાડીઓએ શુક્રવારે સ્પેનિશ ખેલાડીઓને હરાવ્યા હતા. ફેડરરે 12મી ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી છે.

તાજેતરમાં ચાલી રહેલી ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલડનમાં મેજર અપસેટ સર્જાયો છે. સ્વિટ્ઝરલેન્ડનાં રોજર ફેડરર વિમ્બલડનની સેમીફાઈનલમાં તેના કટ્ટર હરીફ સ્પેનનાં રાફેલ નડાલને હરાવ્યો છે. ફેડરરે નડાલને 7-6(7/3), 1-6, 6-3, 6-4થી હરાવી આ ગ્રૈંન્ડ સ્લેમની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. ફેડરરે નડાલને પ્રથમ વાર કોઈ ગ્રેન્ડ સ્લેમની સેમીફાઈનલમાં હરાવ્યો છે. આ જીતની સાથે જ ફેડરર 12મી વખત ગ્રેન્ડ સ્લેમની ફાઈનલમાં પહોંચી ગયો છે. આ ફેડરરની આ 31મી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ હશે. રવિવારે એવોર્ડ મુકાબલામાં તેનો સામનો વર્લ્ડ નંબર-1 સર્બિયાના નોવાક જોકોવિચ સાથે થશે. જોકોવિચે છઠ્ઠીવાર વિમ્બલડનની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
