Not Set/ પોતાના પુત્ર અરબાજના સટ્ટાબાજીમાં ફસાયા બાદ પિતા સલીમ ખાને આપ્યું આ વિવાદિત નિવેદન

મુંબઈ, તાજેતરમાં જ સમાપ્ત થયેલી લોકપ્રિય ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ વધુ એકવાર સટ્ટાબાજી પ્રકરણને લઇ ચર્ચામાં છે. બોલીવુડ અભિનેતા અને ફિલ્મ નિર્દેશક અરબાજ ખાને ક્રાઈમ બ્રાંચ દ્વારા શનિવારે હાથ ધરાયેલી પૂછપરછ દરમિયાન સટ્ટાબાજીમાં શામેલ હોવાનું કબુલ્યું હતું, ત્યારે હવે આ સટ્ટાબાજીને લઇ અભિનેતાના પિતા સલીમ ખાને એક વિવાદિત નિવેદન આપ્યું છે. spotboye.com નામની એક વેબસાઈટને જણાવતા […]

India Trending

મુંબઈ,

તાજેતરમાં જ સમાપ્ત થયેલી લોકપ્રિય ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ વધુ એકવાર સટ્ટાબાજી પ્રકરણને લઇ ચર્ચામાં છે. બોલીવુડ અભિનેતા અને ફિલ્મ નિર્દેશક અરબાજ ખાને ક્રાઈમ બ્રાંચ દ્વારા શનિવારે હાથ ધરાયેલી પૂછપરછ દરમિયાન સટ્ટાબાજીમાં શામેલ હોવાનું કબુલ્યું હતું, ત્યારે હવે આ સટ્ટાબાજીને લઇ અભિનેતાના પિતા સલીમ ખાને એક વિવાદિત નિવેદન આપ્યું છે.

spotboye.com નામની એક વેબસાઈટને જણાવતા અરબાજ ખાનના પિતાએ કહ્યું, “ક્રિકેટમાં સટ્ટાને લીગલ કેમ કરવામાં આવતો નથી ?”.

અરબાજ ખાનની સટ્ટાબાજીને લઇ સલીમ ખાને વેબસાઈટ spotboye.comને કહ્યું, “ધરપકડ કરાયેલા સટ્ટાબાજ સોનૂ જાલાનના તાર અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સાઉદી અરબ અને દક્ષિણ આફ્રિકાના કેટલાક દેશો સાથે જોડાયેલા છે, ત્યારે મારા પુત્ર અરબાજનું જ કેમ નામ સામે આવી રહ્યું છે. શું આ સોનુ ઝાલાનનીઓ ડાયરીમાં ફક્ત અરબાઝનું નામ જ છે. શું એક અરબાઝ ખાનથી જ તેમનો ધંધો ચાલી રહ્યો છે”.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “ક્લબ અને જીમખાનામાં સટ્ટો (જુગાર) રમાય છે, ઘોડાની રેસની પરવાનગી છે, લોટરી પણ બરાબર છે, પરંતુ અમારા દેશમાં ક્રિકેટ પર સટ્ટેબાજી યોગ્ય નથી. આ વાત જાણતા હોવા છતાં ઘણા લોકો આ સટ્ટાબાજીમાં શામેલ છે. ક્રિકેટમાં સટ્ટાને લીગલ કેમ નથી કરતા? શું આ સટ્ટાબાજીના બદલામાં વિશાળ આવક નહીં મળે ?.

મહત્વનું છે કે,  થાણે પોલીસ દ્વારા શુક્રવારે જ એક આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજીના મામલે બોલીવુડ અભિનેતા સામે સમન્સ જાહેર કર્યું હતું અને પૂછપરછ માટે હાજર રહેવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા શનિવારે હાથ ધરાયેલી પૂછપરછ દરમિયાન અરબાજ ખાને કબુલ્યું છે કે, “તેઓના સટ્ટાબાજી રિંગના લીડર સોનૂ જાલાન સાથે સંબંધ છે અને બંને એકબીજાને છેલ્લા પાંચ વર્ષથી જાણે છે. સાથે સાથે સલમાન ખાનના ભાઈએ સોનૂ સાથે સટ્ટાબાજીની વાતનો પણ સ્વીકાર કર્યો છે.

આ ઉપરાંત “IPL સટ્ટાબાજીમાં તે ૨.૮ કરોડ રૂપિયા હારી ગયો છે, એ પણ અરબાજ ખાને સ્વીકાર્યું હતું.