World News : મિડલ ઈસ્ટમાં તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું દેશની બહાર જવું, અમેરિકી યુદ્ધજહાજોની હિલચાલ, ઈરાન (Iran) નું એરસ્પેસ બંધ થવું અને પેન્ટાગોનની આસપાસ પિત્ઝા ઓર્ડરમાં અચાનક વધારો — આવા અનેક સંકેતો સૂચવી રહ્યા છે કે અમેરિકા ઈરાન (Iran) પર ટૂંક સમયમાં મોટું સૈન્ય પગલું લઈ શકે છે.
સંકેત-1: અમેરિકી નેવીની ફ્લીટ મિડલ ઈસ્ટ તરફ વળી
USS અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપને સાઉથ ચાઈના સીમાંથી મિડલ ઈસ્ટ તરફ આગળ વધવાનો આદેશ આપવામાં આવ્યો છે. હાલમાં મિડલ ઈસ્ટમાં કોઈ અમેરિકી એરક્રાફ્ટ કેરિયર હાજર નથી, જેથી આ નિર્ણયને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સંકેત-2: નેતન્યાહુ ઇઝરાયલથી બહાર
નેતન્યાહુનું સરકારી વિમાન ‘વિંગ ઓફ ઝિઓન’ ઇઝરાયલની બહાર ગ્રીસ તરફ ગયું હોવાનું ફ્લાઈટ ટ્રેકિંગ ડેટા બતાવે છે. ભૂતકાળમાં મોટા હુમલા પહેલા તેઓ દેશની બહાર ગયા હોવાના ઉદાહરણો છે.
સંકેત-3: કતારના અલ-ઉદૈદ બેઝમાંથી સૈનિકો હટાવાયા
અમેરિકાએ કતાર સ્થિત પોતાના સૌથી મોટા મિલિટરી બેઝમાંથી હજારો સૈનિકોને બહાર કાઢ્યા છે. સંભવિત ઈરાની (Iran) પ્રતિહુમલાથી બચવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
સંકેત-4: ઈરાન (Iran)માં સ્ટારલિંક ફ્રી
ઈરાન(Iran) માં ઇન્ટરનેટ બંધ હોવા છતાં સ્ટારલિંક દ્વારા માહિતીનો પ્રવાહ ચાલુ છે. 12 જાન્યુઆરીથી ઈરાનમાં સ્ટારલિંક સેવાઓ મફત કરી દેવાઈ છે, જે વિરોધ પ્રદર્શન અને સંચાર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
સંકેત-5: પેન્ટાગોન પિત્ઝા ઈન્ડેક્સમાં ઉછાળો
પેન્ટાગોન નજીકના પિત્ઝા સ્ટોર્સમાં ઓર્ડરમાં 1000% સુધીનો વધારો નોંધાયો છે. ભૂતકાળમાં આવા વધારા મોટા સૈન્ય નિર્ણયોથી જોડાયેલા રહ્યા છે.
સંકેત-6: ભારત સહિત અનેક દેશોની એડવાઈઝરી
ભારત, અમેરિકા, બ્રિટન, જાપાન સહિત 15થી વધુ દેશોએ પોતાના નાગરિકોને ઈરાન (Iran)છોડવાની સલાહ આપી છે, જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
સંકેત-7: ઈરાને (Iran) એરસ્પેસ બંધ કર્યું
14 જાન્યુઆરીની રાત્રે ઈરાને પોતાનું એરસ્પેસ બંધ કર્યું હતું. સામાન્ય રીતે આવું પગલું હવાઈ હુમલાના જોખમ સમયે લેવામાં આવે છે.
શું હુમલો ટળી શકે છે?
અમુક સંકેતો એવા પણ છે જે બતાવે છે કે અમેરિકા હાલ હુમલો ટાળી શકે છે. ટ્રમ્પના નિવેદનોમાં નરમાઈ, ડિપ્લોમેટિક વિકલ્પોની ચર્ચા, અમેરિકી કેરિયર પહોંચવામાં લાગતો સમય અને ઈરાનનું એરસ્પેસ ફરી ખોલવું — આ બધું હુમલો તરત નહીં થાય તેવી સંભાવના બતાવે છે.
નિષ્ણાતો શું કહે છે?
ઇન્ટરનેશનલ રિલેશન્સના નિષ્ણાતોના મતે, હાલની ગતિવિધિઓ સ્પષ્ટ કરે છે કે અમેરિકા કોઈ મોટા પગલાની તૈયારીમાં છે, પરંતુ અંતિમ નિર્ણય હજુ બાકી છે.
