World News/ ઈરાનમાં બગડતી પરિસ્થિતિના લીધે, વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી

ઈરાન (Iran) માં વધતા પ્રાદેશિક તણાવ અને બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેના નાગરિકો માટે એડવીઇજરી જાહેર કરી છે.

World Trending
ઈરાન

Iran News: ઈરાન (Iran) માં વધતા પ્રાદેશિક તણાવ અને સતત બગડતી જઈ રહેલી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેના નાગરિકો માટે ચેતવણીરૂપ એડવાઇઝરી જાહેર કરી છે. સુરક્ષા સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા જોતા, ભારતીય દૂતાવાસે ભારતીયોને શક્ય તેટલી વહેલી તકે ઉપલબ્ધ મુસાફરી દ્વારા ઈરાન (Iran) છોડવા અપીલ કરી છે. વિરોધ પ્રદર્શન અને સતત અસ્થિરતા કારણે આ ચેતવણી આપવામાં આવી છે.

ઈરાન (Iran) માં બગડતી સ્થિતિ: ભારતીયોને વહેલી તકે દેશ છોડવા સલાહ

એડવાઇઝરીમાં જણાવાયું છે કે 5 જાન્યુઆરી, 2025ના રોજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી અગાઉની સલાહ તથા હાલની બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈરાન (Iran)  માં રહેતા તમામ ભારતીય નાગરિકોએ ઉપલબ્ધ પરિવહન માધ્યમો દ્વારા દેશ છોડવાની તૈયારી રાખવી જોઈએ.

પ્રદેશમાં વધી રહેલી અસથિરતા વચ્ચે આ નવી સલાહ જાહેર કરવામાં આવી છે. તેમાં ઈરાન (Iran) સામે શક્ય અમેરિકી સૈન્ય કાર્યવાહી તેમજ દેશના વિવિધ ભાગોમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ આંદોલનો દરમિયાન અત્યાર સુધીમાં 2,500થી વધુ લોકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય સત્તાવાળાઓએ નાગરિકોને સતર્ક રહેવા અને અશાંતિગ્રસ્ત વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઈરાનમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો કેમ ફાટી નીકળ્યા?

આ પણ વાંચો: ઈરાનમાં જનઆક્રોશ: બજારમાંથી શરૂ થયેલી ચિંગારીએ ઈસ્લામિક શાસન હલાવી દીધું!

આ પણ વાંચો: ઈરાનમાં ફુગાવા સામે હિંસક વિરોધ, 100થી વધુ શહેરોમાં આગચંપી; ઈન્ટરનેટ-ફોન સેવાઓ બંધ