Karnataka News: કર્ણાટક (Karnataka) માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં જીવલેણ પતંગની દોરીએ એક વ્યક્તિનો જીવ લીધો છે. બિદર જિલ્લામાં રસ્તા પર લટકતી ચાઇનીઝ પતંગની દોરીથી ગળું કપાઈ જતાં 48 વર્ષીય મોટરસાયકલ સવારનું મોત થયું છે. આ ચાઇનીઝની દોરી, જેને ‘ચાઇનીઝ માંઝા’ તરીકે ઓળખવામાં આવે છે, અત્યંત જોખમી સાબિત થઈ રહી છે.
મૃતકની ઓળખ સંજુ કુમાર હોસામાણી તરીકે થઈ છે. તેઓ બિદર જિલ્લાના તાલામડગી પુલ નજીકથી બાઇક ચલાવીને જઇ રહ્યા હતા, ત્યારે રસ્તા પર લટકાવેલી પતંગની દોરી અચાનક તેમના ગળામાં ફસાઈ ગઈ. દોરી એટલી તીક્ષ્ણ હતી કે ગળામાં ઊંડો કાપ પડ્યો અને ભારે રક્તસ્રાવ શરૂ થયો.
મળતી માહિતી મુજબ હોસમાણી ગંભીર હાલતમાં બાઇક પરથી જમીન પર પટકાયો હતો. તેમ છતાં, તેણે કોઈ રીતે પોતાના મોબાઇલ ફોન પરથી પોતાની પુત્રીનો નંબર મિલાવ્યો. સામે આવેલા વીડિયોમાં તે લોહીથી ભીંજાયેલ હાલતમાં ફોન કરતા દેખાય છે.
એમ્બ્યુલન્સ મોડે પહોંચતાં જીવ બચી શક્યો નહોતો પરિવારનો આક્ષેપ
એક રાહદારીએ હોસમાણીની આવી હાલત જોઈ તેના ઘા પર કપડું બાંધી લોહી રોકવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, પરંતુ તે પહોંચે તે પહેલાં જ હોસમાણીનું નિધન થયું. પરિવારનો આક્ષેપ છે કે જો એમ્બ્યુલન્સ સમયસર આવી હોત તો કદાચ તેનો જીવ બચી શક્યો હોત.
આ ઘટના બાદ હોસામાણીના પરિવારજનો તેમજ વિસ્તારના લોકો ઘટનાસ્થળે ભેગા થયા હતા અને ભારે રોષ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કર્યું, ચાઇનીઝ દોરીઓ સામે કડક કાર્યવાહી કરવા અને કટોકટી સેવાઓ સુધારવાની માંગ કરી. મન્ના એકહેલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે ઘટનાની તપાસ ચાલી રહી છે.

આ ઘટના બાદ, હોસામાણીના પરિવાર અને સ્થાનિક રહેવાસીઓ ઘટનાસ્થળે એકઠા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું, ચાઇનીઝ પતંગની દોરીઓ સામે કડક કાર્યવાહી કરવા અને કટોકટી સેવાઓ સુધારવાની માંગ કરી. મન્ના એકહેલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે ઘટનાની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ
આ પણ વાંચો: ગોધરામાં પોલીસે ચાઇનીઝ દોરી વેચતા બે આરોપીની કરી ધરપકડ,એક ફરાર
આ પણ વાંચો: ઉતરાયણમાં ચાઇનીઝ દોરી સંદર્ભે આ નંબર ઉપર કરો ફરિયાદ
