Not Set/ ચૂંટણી/ શું આ છે, પ્રચારનાં મુદ્દા – “ભાજપ ઉમેદવારે ત્રણ પાર્ટીનાં ઝંડા કર્યા ગાયબ અને બનાવ્યો જાદુનાં ખેલથી ભાજપનો ઝંડો”

દેશનાં હાલ ચાલી રહેલા વિધાનસભાની ચૂંટણી અનમે પેટા ચૂંટણી ઉમેદવારો પ્રચારનાં એવા કિમીયા શોધી લાવે છે કે, વાત ન પુછો. ત્યારે ભાજપ નેતા અજય દિવાકરએ રામપુર( ઉતરપ્રદેશ)માં રેલી દરમ્‍યાન એક જાદુઇની ટ્રિક દેખાડી હતી. દિવાકરે જાદુમાં કોંગ્રેસ, બસપા અને સપાના ઝંડાઓને બીજેપીના ઝંડામા બદલી નાખ્‍યા હતા. વીડિયોમાં  દિવાકરએ ત્રણેય પ્રતિદ્વંદી પાર્ટીઓના ઝંડાઓને ભાજપના ઝંડામા ગાંઠ લગાવીને એક […]

Top Stories India
ajay diwakar ચૂંટણી/ શું આ છે, પ્રચારનાં મુદ્દા - "ભાજપ ઉમેદવારે ત્રણ પાર્ટીનાં ઝંડા કર્યા ગાયબ અને બનાવ્યો જાદુનાં ખેલથી ભાજપનો ઝંડો"

દેશનાં હાલ ચાલી રહેલા વિધાનસભાની ચૂંટણી અનમે પેટા ચૂંટણી ઉમેદવારો પ્રચારનાં એવા કિમીયા શોધી લાવે છે કે, વાત ન પુછો. ત્યારે ભાજપ નેતા અજય દિવાકરએ રામપુર( ઉતરપ્રદેશ)માં રેલી દરમ્‍યાન એક જાદુઇની ટ્રિક દેખાડી હતી. દિવાકરે જાદુમાં કોંગ્રેસ, બસપા અને સપાના ઝંડાઓને બીજેપીના ઝંડામા બદલી નાખ્‍યા હતા. વીડિયોમાં  દિવાકરએ ત્રણેય પ્રતિદ્વંદી પાર્ટીઓના ઝંડાઓને ભાજપના ઝંડામા ગાંઠ લગાવીને એક સાથે જોડયા અને ટ્રિકને અંતમા બાકી ઝંડા ગાયબ કરી દીધા હતા.

આપણ વાંચો : ચૂંટણી/ શું આ છે પ્રચારનાં મુદ્દા-“તારીખ પે તારીખ, યે ઢાઇ કિલો કા હાથ : સન્ની દેઓલે”

ચૂંટણીમાં મુદ્દાની ખરેખર અછત હોવાનું ફરી ભાજપનાં નેતાઓનાં પ્રચારમાં સામે આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે ગઇકાલે ગેરખપુર ભાજપનાં સાંસદ દ્વારા હરિયાણાની એક ચૂંટણી પ્રચાર સભામાં  પોતાનાં ડાઇલોગ મારીને મતો માગ્યા હતા.

શું એવો સમય આવી ગયો છે. વિશ્વની સૌથી મોટી માનવામાં આવતી લોકશાહી અને આ લોકશાહીના મહાપર્વ એટલે ચૂૂંટણીમાં નેતાઓને નાટકો, ડાયલોગ, ચીપ ડાન્સ અને જાદુનાં ખેલનો સહારો લેવો પડી રહ્યો છે. અને ભારતની લોકશાહીની વિડંબના એ છે કે, આવા નેતાને પ્રજા ચૂંટે પણ છે.

સાંપ્રાત સમય ભારત માટે ખુબ મુશ્કેલી ભર્યો જઇ રહ્યો હોવાનું વિશ્વ અને દેશમાંથી ગળુ ફાડીફાડીને કહેવાય રહ્યું છે ત્યારે ચૂંટણી પ્રચારનાં મુદ્દા અર્થતંત્ર, મંદી, ભાવવધારો, આતંકવાદ, બેરોજગારી, કિસ્સાનોની સમસ્યા જેવા મુદ્દા હોવા જોઇએ કે જોકરોનાં – જાદુનાં ખેલ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન