Not Set/ ગુજરાત / વિધાનસભાની કાર્યવાહીનું અગાઉ જીવંત પ્રસારણ થતું હતું, પરંતુ હવે  કેમ અટકાવી દેવામાં આવ્યું છે.. ?

વિધાન સભા કાર્યવાહીના જીવંત પ્રસારણની માંગ  ગૃહની કાર્યવાહી જોવાનો નાગરિકને અધિકાર પરેશ ધાનાણીનો વિધાનસભા અધ્યક્ષને પત્ર,  ખાનગી ચેનલોને પ્રવેશ મળે તેવી માંગ કેમેરાના પ્રવેશ પર પ્રતિબંધ શા માટે? ગુજરાત વિધાનસભાની કાર્યવાહીના જીવંત પ્રસારણ માટે ખાનગી ચેનલોને મંજૂરી આપવાની રજૂઆત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને આ અંગે પત્ર પાઠવીને આ […]

Top Stories Gujarat
chintan 1 ગુજરાત / વિધાનસભાની કાર્યવાહીનું અગાઉ જીવંત પ્રસારણ થતું હતું, પરંતુ હવે  કેમ અટકાવી દેવામાં આવ્યું છે.. ?

વિધાન સભા કાર્યવાહીના જીવંત પ્રસારણની માંગ 

ગૃહની કાર્યવાહી જોવાનો નાગરિકને અધિકાર

પરેશ ધાનાણીનો વિધાનસભા અધ્યક્ષને પત્ર, 

ખાનગી ચેનલોને પ્રવેશ મળે તેવી માંગ

કેમેરાના પ્રવેશ પર પ્રતિબંધ શા માટે?

ગુજરાત વિધાનસભાની કાર્યવાહીના જીવંત પ્રસારણ માટે ખાનગી ચેનલોને મંજૂરી આપવાની રજૂઆત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને આ અંગે પત્ર પાઠવીને આ રજૂઆત કરવામાં આવી છે.

વિધાનસભામાં ગૃહની કાર્યવાહી સમયે કેમેરાના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તો બીજીબાજુ સરકાર ઇચ્છે તે કાર્યવાહી એડિટ કરીને લોકશાહીના ધબકારારૂપે ખાનગી ચેનલને આપવામાં આવે છે. જોકે સવાલ અહીં ઉભો થાય છે કે કેમેરાના પ્રવેશ પર પ્રતિબંધ શા માટે મૂકવામાં આવ્યો છે..?

અન્ય રાજ્યોમાં અને લોકસભામાં પણ ગૃહની કાર્યવાહીનું જનહિત માટે જીવંતપ્રસારણ થાય છે. ગુજરાતમાં અગાઉ જીવંત પ્રસારણ થતું હતું. પરંતુ હાલ કેમ અટકાવી દેવામાં આવ્યું છે.. ? એમ જણાવી લોકશાહી શાસનમાં ગૃહમાં ચર્ચાતાં પ્રશ્નોની ચર્ચા નિહાળવી નાગરિકનો અધિકાર છે. ત્યારે અધ્યક્ષ જીવંત પ્રસારણ માટે મંજૂરી આપે એ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રજૂઆત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.