Navratri-Kalratri/ રાવણદહન પહેલા જ ગુજરાતમાં 36 લોકોનું હાર્ટએટેકથી ‘દહન’

ગુજરાતમાં આ વખતની નવરાત્રિ કેટલાય લોકો માટે અંતિમ નવરાત્રિ બની હતી. રાજ્યમાં નવરાત્રિ દરમિયાન હૃદયરોગના હુમલાથી 36ના મોત થયા છે. તેમા સૌથી વધારે મોતના કિસ્સા સૌરાષ્ટ્રમાં નોંધાયા છે.

Top Stories Ahmedabad Gujarat
નવરાત્રિ Kalratri રાવણદહન પહેલા જ ગુજરાતમાં 36 લોકોનું હાર્ટએટેકથી ‘દહન’

અમદાવાદઃ ગુજરાતમાં આ વખતની નવરાત્રિ કેટલાય લોકો માટે અંતિમ નવરાત્રિ બની હતી. રાજ્યમાં નવરાત્રિ દરમિયાન હૃદયરોગના હુમલાથી 36ના મોત થયા છે. તેમા સૌથી વધારે મોતના કિસ્સા સૌરાષ્ટ્રમાં નોંધાયા છે.

બીજો ક્રમ દક્ષિણ ગુજરાતનો આવે છે અને ત્રીજો ક્રમે ઉત્તર-મધ્ય ગુજરાતનો આવે છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 16ના મોત હાર્ટએટેકથી થા છે. દક્ષિણ ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના 15 કેસ નોંધાયા છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં હાર્ટએટેકથી ત્રણના મોત થયા છે.

આ હાર્ટએટેક કે કાર્ડિયાક એરેસ્ટથી મોત એવા થયા છે કે તેમા વ્યક્તિની સારવાર કરવાનો સમય પણમળ્યો નથી. મોટાભાગના કિસ્સાઓમાં તો વ્યક્તિ કામકાજ કરતાં બેભાન થઈને ઢળી પડતા હોય તેવું જ બહાર આવ્યા છે. પછી તે ગરબા ગાતા-ગાતા ઢળી પડે છે, બેઠાં-બેઠાં ઢળી પડે છે, વાહન ચલાવતા ઢળી પડે છે. એક યુવક તો શાક માર્કેટમાં ચાલતા-ચાલતા જઈ રહ્યો હતો અને અચાનક ઢળી પડ્યો હતો ને તેનું મોત નીપજ્યું હતું.

આશ્ચર્યની વાત તો એ છે કે હાર્ટએટેકના મોટાભાગના કિસ્સામાં મૃત્યુ પામનારની ઉંમર 50 વર્ષથી નીચેની જ છે. આ 36 કિસ્સામાંથી એકપણ કિસ્સો એવો નથી કે 50થી વધુ વયની વ્યક્તિને હાર્ટએટેક આવ્યો હતો. આ અત્યાર સુધીનું સૌથી મહત્વનું તારણ છે. આ સિવાયગરબા રમતી વખતે મૃત્યુ પામ્યા હોય તેવા કેસની સંખ્યા પણ વધારે છે. આના કારણે ચેતી ગયેલા ખેલૈયાઓ પણ હવે ગરબે એકધારા ઘૂમવાના બદલે થાકી જાય તો વચ્ચે બ્રેક લઈને ગરબે રમ્યા હતા.

આટલી નાની વયના લોકોના હાર્ટએટેકથી થયેલા મોતના કારણે તંત્ર પણ ચિંતામાં પડી ગયું છે. આ પ્રકારના કેસોનો ડેટા મેળવવામાં આવી રહ્યો છે અને તેની તપાસ પણ કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 રાવણદહન પહેલા જ ગુજરાતમાં 36 લોકોનું હાર્ટએટેકથી ‘દહન’


 

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ ગુજરતમાં નવલા નોરતામાં ખેલૈયાથી ખીચોખીચ ભરાયા ગ્રાઉન્ડ, આવી રહી નવરાત્રી 2023

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ ઇઝરાયલનો બેવડો હુમલો, હમાસ બાદ હિઝબુલ્લાની જગ્યાઓ પર બોમ્બ વરસ્યા, ઘણી ચોકીઓ નાશ પામી

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ નાના દેશોના સંસાધનો અને વ્યૂહાત્મક પાયાને નિયંત્રિત કરવાના ચીનના પ્રયાસો