મંતવ્ય વિશેષ/ નાના દેશોના સંસાધનો અને વ્યૂહાત્મક પાયાને નિયંત્રિત કરવાના ચીનના પ્રયાસો

ચીનની વર્તમાન નેશનલ સ્ટ્રેટેજીનો ઉદ્દેશ્ય 2049 સુધીમાં ચીનના મહાન કાયાકલ્પને હાંસલ કરવાનો છે. રાજકીય, સામાજિક અને લશ્કરી તાકાત એવી હોવી જોઈએ કે વિશ્વ વ્યવસ્થા ચીનની તરફેણમાં ફેરવી શકાય.

Mantavya Exclusive Mantavya Vishesh
YouTube Thumbnail 2023 10 23T191402.858 નાના દેશોના સંસાધનો અને વ્યૂહાત્મક પાયાને નિયંત્રિત કરવાના ચીનના પ્રયાસો
  • ચીને ડોકલામમાં અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ બનાવ્યા
  • ચીન પરમાણુ હથિયારોનો જથ્થો ભેગો કરે છે
  •  ચીને નવા મિસાઈલ બેઝ બનાવ્યા
  • 2035 સુધીમાં મહાસત્તા તરફ ચીનના પ્રયાસો

અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોનનો લેટેસ્ટ રિપોર્ટ પુષ્ટિ કરી છે. કે ચીન તેના પરમાણુ હથિયારોના ભંડારમાં ઝડપથી વધારો કરી રહ્યું છે. તેણે નવા મિસાઈલ બેઝ બનાવ્યા છે. સમગ્ર વિશ્વમાં લશ્કરી કેમ્પ બનાવ્યા છે. સાથે જ તે ભારત અને તાઈવાન સહિત અનેક મોરચે ફોકસ કરી શકે છે. જોઈએ વિશેષ અહેવાળ….

લગભગ 2,500 વર્ષ પહેલાં, ચીનમાં સન ત્ઝુ નામનો એક મહાન યોદ્ધા રહેતો હતો. તેણે કહ્યું હતું- ‘કુશળ વ્યૂહરચનાકાર સાપ જેવો હોવો જોઈએ. જો તમે તેના માથા પર હુમલો કરો તો તે તેની પૂંછડીથી હુમલો કરશે. જો તમે પૂંછડી પર હુમલો કરો છો, તો તે માથાથી હુમલો કરશે. જો તમે તેને વચ્ચે મારશો, તો તે એકસાથે માથાં અને પૂંછડી બંનેથી હુમલો કરશે.

વર્તમાન ચીન પણ પોતાની રણનીતિ સાપની જેમ બનાવી રહ્યું છે. અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોનનો લેટેસ્ટ રિપોર્ટ આ વાતની પુષ્ટિ કરે છે. ચીન તેના પરમાણુ હથિયારોના ભંડારમાં ઝડપથી વધારો કરી રહ્યું છે. તેણે નવા મિસાઈલ બેઝ બનાવ્યા છે. સમગ્ર વિશ્વમાં લશ્કરી કેમ્પ બનાવ્યા છે. સાથે જ તે ભારત અને તાઈવાન સહિત અનેક મોરચે ફોકસ કરી શકે છે.

ચીનનો ભવ્ય ઈતિહાસ છે. તેમણે ફિલસૂફી અને કળામાં યોગદાન આપ્યું. સિલ્ક, કાગળ, ગન પાઉડર અને પ્રિન્ટિંગનો વિશ્વને પરિચય કરાવ્યો. સૈકડો યુદ્ધો લડ્યાં અને પોતાના પ્રદેશનો વિસ્તાર પણ કર્યો.19મી સદીની શરૂઆતમાં ચીનમાં કિન રાજવંશના પતનથી લઈને 1949માં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાની સ્થાપના સુધીના સમયગાળાને વર્તમાન ચીની નેતાઓ પતનની સદી તરીકે જુએ છે.

ચીનની વર્તમાન નેશનલ સ્ટ્રેટેજીનો ઉદ્દેશ્ય 2049 સુધીમાં ચીનના મહાન કાયાકલ્પને હાંસલ કરવાનો છે. રાજકીય, સામાજિક અને લશ્કરી તાકાત એવી હોવી જોઈએ કે વિશ્વ વ્યવસ્થા ચીનની તરફેણમાં ફેરવી શકાય.

તેના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, ચીન બે તબક્કામાં કામ કરી રહ્યું છે. 2020થી 2035: ચીનને એક મહાન આધુનિક સમાજવાદી દેશ બનાવવા માટે તમામ જરૂરી સંસાધનો એકત્રિત કરવા. જેમાં અર્થવ્યવસ્થાથી લઈને ટેકનોલોજી અને સૈન્ય સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે.2035થી 2049: આમાં ચીનને ગ્લોબલ લીડર બનવું છે જેના અનુસાર દુનિયા ચાલશે. તેની પાસે ‘વર્લ્ડ ક્લાસ’ મિલિટરી હોવી જોઈએ, જેની સાથે કોઈ મુકાબલો કરી શકે નહીં.

ચીનનાં પરમાણુ હથિયારોની સંખ્યા વધીને 500થી વધુ થઈ ગઈ છે. તે 2030 સુધીમાં તેના પરમાણુ શસ્ત્રોનો ભંડાર બમણો કરવા માંગે છે અને 2035 સુધી તેને વધારવાનું ચાલુ રાખશે.સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ અનુસાર,નોર્થ કોરિયા પાસે 20, ઈઝરાયેલ પાસે 90, ભારત પાસે 160, બ્રિટન પાસે 225, પાકિસ્તાન પાસે 165,ફ્રાંસ પાસે 290, ચીન પાસે -400 અને  અમેરિકા પાસે 5,428  પરમાણુ હથિયાર છે.

2021માં યુએસ ડિફેન્સ મિનિસ્ટ્રીએ અનુમાન લગાવ્યું હતું કે ચીન પાસે લગભગ 400 ન્યૂક્લિયર વેપન્સ છે. એટલે કે બે વર્ષમાં તેણે 100થી વધુ પરમાણુ હથિયારો બનાવી લીધાં છે.ચીન તેનાં પરમાણુ હથિયારોના કાર્યક્રમ માટે તેના ફાસ્ટ બ્રીડર રિએક્ટર અને પ્રોસેસિંગ ફેસિલિટીમાંથી ઉત્પાદિત પ્લુટોનિયમનો ઉપયોગ કરી શકે છે.આ પરમાણુ હથિયારોના ઉપયોગ માટે તે ઝડપથી જમીન, સમુદ્ર અને આકાશ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરી રહ્યું છે.

ચીને તેની મિસાઇલ સાઈટ્સનાં ત્રણ નવા ક્લસ્ટર બનાવવાનું કામ 2022માં જ પૂર્ણ કરી લીધું છે.આ ત્રણેય બેઝ પર ઓછામાં ઓછી 300 નવી ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલો (ICBM)તહેનાત કરી શકાય છે. ચીને આ સાઇલોમાં DF-5 મિસાઈલો પણ તહેનાત કરી છે. તે મલ્ટિ મેગાટન ક્ષમતાનાં પરમાણુ હથિયારોથી સજ્જ છે. તેની પહોંચ અમેરિકા સુધીની છે. આ સિવાય ચીને પોતાની લોન્ગ રેન્જની JL-૩ મિસાઇલ JIN ક્લાસ સબમરીન પર તહેનાત કરી છે, જે ચીનના દરિયાકાંઠે પાણીની અંદરથી અમેરિકા પર હુમલો કરવામાં સક્ષમ છે.ચીને છેલ્લા કેટલાક મહિનામાં તાઈવાન સામે રાજ્કારી, રાજકીય અને સૈન્ય દબાણ વધાર્યું છે.

શી જિનપિંગે તેમના સંરક્ષણ વડાઓને 2027 સુધીમાં તાઈવાન પર બળપૂર્વક નિયંત્રણ મેળવવા માટે તેમની સૈન્ય ક્ષમતાઓ વિકસાવવા જણાવ્યું છે. તાઇવાનને અસંતુલિત કરવા માટે ચીન તેની દરિયાઈ સરહદ નજીક સૈન્ય અભ્યાસ કરી રહેલું છે. હવાઈ સરહદનું પણ ઉલ્લંઘન કરી રહ્યું છે. તાઈવાન ઉપરથી બેલેસ્ટિક મિસાઈલો પસાર કરવાના આદેશો પણ જારી કરવામાં આવ્યા છે. તાઈવાનમાં અમેરિકન આર્મીની દખલગીરી રોકવા માટે ચીન પોતાની સૈન્ય ક્ષમતા તૈયાર કરી રહ્યું છે.

2021 અને 2023 વચ્ચે યુએસ અને ચીન વચ્ચે જોખમી ઍર ઈન્ટરસેપ્શનના 180થી વધુ કેસ નોંધાયા છે. આમાં ચારેક ચીનના એરક્રાફ્ટ ખૂબ નજીક આવી ગયાં. આ સુરક્ષા પ્રોટોકોલ અને દરિયાઇ પરિવહનના નિયમોનું ઉલ્લંઘન હતું.

ચીનની સરકાર દેશની બહાર ચીની આર્મી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને બેઝનું સતત વિસ્તાર કરી રહી છે, આફ્રિકન દેશ જીભુતીમાં ચીનનો નેવલ બેઝ સંપૂર્ણ રીતે કાર્યત થઇ ગયો છે. આ નૈવલ બેઝ બનાવ્યા બાદ ચીને હિંદ મહાસાગરથી સાઉથ ચીન સાગર સુધી પોતાની તાકાતનો વિસ્તાર કર્યો છે. જીબુની સિવાય, અન્ય સૈન્ય લોજિસ્ટિક્સ સુવિધાઓનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. જેનો ઉપયોગ નૌકા, વાયુ અને ભૂમિ દળોના પ્રોજેક્શનમાં લઇ શકે છે.

જૂન 2022માં ચીનના અધિકારીઓએ કહ્યું હતું કે તેમની સેના કંબોડિયાના રિચામાં નેવલ બેઝનો ઉપયોગ કરી શકે છે. આ સિવાય ચીન 19થી વધુ દેશોમાં મિલિટરી લોજિસ્ટિક્સની પહોંચ ધરાવે છે.મ્યાનમાર, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, શ્રીલંકા, યુએઈ, કેન્યા, ઈન્ડિટોરિયલ ગિની, સેરલ્સ, અંગોલા, નાઈજીરિયા,નાનીખિયા, મોઝાનિક, બાગ્લાદેશ, પાપુઆ ન્યુ ગીની, સોલોમોન આઇલેન્ડ અને નાન્ઝાનિયા,

ચીનની સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ નામીબિયા, પાકિસ્તાન, આર્જેન્ટિના અને કેન્યામાં ટ્રેકિંગ, ટેલિમેન્ટ્રી અને કમાન્ડ રેરાન ધરાવે છે. જ્યાંથી તેઓ કોઈપણ સૈન્ય ઓપરેરાનને અંજામ આપી શકે છે.ચીને ભારતને અડીને આવેલી અંદાજે 3,500 કિલોમીટર લાંબી લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ અથવા LAC પર વૅસ્ટર્ન થિયેટર કમાન્ડ તહેનાત કરી છે. 20 રાઉન્ડની વાતચીત છતાં સૈનિકોની સંખ્યામાં ઘટાડો થયો નથી.

કમ્બાઇન્ડ આર્મ્સ બ્રિગેડમાં લગભગ 4500 સૈનિકો, ટેન્ક, આર્ટિલરી, એર ડિફેન્સ મિસાઈલ અને અન્ય વેપન સિસ્ટમ્સ હોય છે.મિલિટરી બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ ચીને ડૉકલામ પાસે અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ફેસિલિટી, LACના ત્રણેય સેક્ટરમાં નવા રસ્તાઓ અને ભૂતાનના વિવાદિત વિસ્તારમાં નવા ગામડાઓ વસાવ્યાં છે.આ ઉપરાંત સેન્ટ્રલ સેક્ટર પાસે પેંગોંગ લેક પર બીજો પુલ અને  ફ્યુઅલ પર્પઝ ઍરપોર્ટ અને મલ્ટિપલ હેલિપેડ બનાવવામાં આવ્યાં છે.

ચીન અને પાકિસ્તાન બંને એકબીજાના આયર્ન બ્રધર્સ કહેવાય છે. આ મિત્રતાએ ભારત માટે બે મોરચાના યુદ્ધનો ખતરો ઊભો કર્યો છે. ચીને અલગ-અલગ દેશો સાથેની પોતાની ભાગીદારીને કેટેગરીમાં વહેંચી દીધી છે. આ કેટેગરી મુજબ. ચીનનું એકમાત્ર ઓલ-વેધર સ્ટ્રેટેજિક પાર્ટનર પાકિસ્તાન છે. ચીનનો વ્યાપક સ્ટ્રેટેજિક પાર્ટનર રશિયા છે. બ્રાઝિલ જેવા કેટલાક દેશો ચીનના સર્વાંગી વ્યૂહાત્મક ભાગીદારો છે.

પાકિસ્તાનમાં ચીનની વન બેલ્ટ વન રોડ પરિયોજના પાઈપલાઇન અને પોર્ટ નિર્માણ સાથે જોડાયેલી છે. જેનો હેતુ મલક્કા અને જલડમરૂ મધ્ય જેવા દરિયાઈ માર્ગથી ચીનની નિર્ભરતાને ઓછી કરવાનો છે.ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા માઓ નિંગે કહ્યું છે કે અમેરિકાનો રિપોર્ટ ફેક્ટ્સને નજરઅંદાજ કરીને એવો સંદેશ ફેલાવી રહ્યો છે કે ચીન દુનિયા માટે ખતરો છે. જેથી તે પોતાનું લશ્કરી વર્ચસ્વ જાળવી શકે. માઓ લિંગના મતે ચીન સંપૂર્ણપણે રક્ષણાત્મક ન્યુક્લિયર સ્ટ્રેટેજી પર કાયમ છે.તે તેની નેશનલ સિક્યોરિટીમાં ન્યુક્લિયર ફોસીઝને સૌથી પાયામાં રાખે છે અને કોઈપણ દેશ સાથે

ન્યુક્લિયર શસ્ત્રોની સ્પર્ધામાં નથી. કોઇપણ દેશને ચીનનાં પરમાણુ શસ્ત્રોથી ખતરો નથી, જ્યાં સુધી તે ચીન સામે ઉપયોગ ન કરે અથવા ધમકી આપવામાં ન આવે.ચીની મીડિયા ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે આ હાસ્યાસ્પદ છે કે જે દેશ પાસે 5 હજારથી વધુ ન્યૂક્લિયર બોમ્બ છે તે બીજા દેશને ન્યૂક્લિયર બોમ્બનું જોખમ જણાવી રહ્યો છે, જેની પાસે 500 પણ નથી.ગ્લોબલ ટાઇમ્સ અનુસાર, નાણાકીય વર્ષ 2024 માટે યુએસનું સંરક્ષણ બજેટ રેકોર્ડ 842 બિલિયન ડોલર હતું, જે સાઉદી અરબના સમગ્ર વર્ષના જીડીપી કરતાં વધુ છે. અમેરિકા પછીના 9 દેશોના સંરક્ષણ બજેટને ભેગા કરવામાં આવે તો પણ તે અમેરિકા કરતાં ઓછું છે.


whatsapp ad White Font big size 2 4 નાના દેશોના સંસાધનો અને વ્યૂહાત્મક પાયાને નિયંત્રિત કરવાના ચીનના પ્રયાસો


આ પણ વાંચો:ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1900ને પાર શુ છે કારણ

આ પણ વાંચો:સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….

આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર

આ પણ વાંચો:હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર