PM Modi In Gujarat/ પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે, વાઇબ્રન્ટનું કરશે ઉદઘાટન

પીએમ મોદી 8થી દસ જાન્યુઆરી દરમિયાન ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ સોમવારે રાત્રે આઠ વાગે અમદાવાદ પહોંચશે. તેઓ ત્યાંથી સીધા રાજભવન જશે અને રાત્રિ રોકાણ ત્યાં જ કરશે.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 01 08T140438.356 પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે, વાઇબ્રન્ટનું કરશે ઉદઘાટન

ગાંધીનગરઃ પીએમ મોદી 8થી દસ જાન્યુઆરી દરમિયાન ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ સોમવારે રાત્રે આઠ વાગે અમદાવાદ પહોંચશે. તેઓ ત્યાંથી સીધા રાજભવન જશે અને રાત્રિ રોકાણ ત્યાં જ કરશે. આ દરમિયાન તેઓ વિશ્વના અગ્રણી નેતાઓ અને ટોચની વૈશ્વિક કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ (સીઇઓ) સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. તેની સાથે પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 (વીજીજીએસ)નું પણ ઉદઘાટન કરશે.

પીએમઓ મુજબ ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. તેની થીમ ગેટ વે ટુ ધ ફ્યુચર છે. આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 34 ભાગીદાર દેશો છે અને 16 ભાગીદારી સંગઠનો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ઉત્તરપૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય, ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં રોકાણની તકોને પ્રદર્શિત કરવા માટે વાઇબ્રન્ટ ગુજરાત મંચનો ઉપયોગ કરશે.

પીએમ મોદી બીજા દિવસે સવારે દસ વાગે મહાત્મા મંદિર જશે. તેઓ વૈશ્વિક આગેવાનો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ટોચની વૈશ્વિક કંપનીઓના સીઇઓ સાથે બેઠક કરશે. બપોરે ત્રણ વાગે હેલિપેડ ગ્રાઉન્ડની મુલાકાત લઈ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત પીએમ મોદી યુએઇના વડા સાથે રોડશો કરશે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ