વિકાસગાથા/ હડપ્પન સંસ્કૃતિના ધોરાવીરાથી વિકાસના પંથે એક ડગલું આગળ એટલે ખડીરનું રતનપર ગામ

મહિલા સરપંચ દ્વારા તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં  આવી

Gujarat Others Trending
sugri 9 હડપ્પન સંસ્કૃતિના ધોરાવીરાથી વિકાસના પંથે એક ડગલું આગળ એટલે ખડીરનું રતનપર ગામ

કચ્છના સરહદી વિસ્તાર અને રણ વિસ્તારમાં વચ્ચે આવેલ ખડીર દ્વિપસમૂહ કે જ્યાં સિંધુ સંસ્કૃતિના ધોરાવીરાના અવશેષો મળી આવ્યા છે અને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ માટે નામ પસંદ થયુ છે અને આ સિંધુ સંસ્કૃતિના વિસ્તારની મુલાકાત લીધી હતી.  પરંતુ જે સુવિધાઓ ધોરાવીરામાં જોવા મળી રહી છે તે તો ઉપર છલ્લી છે જ્યારે હકીકત બીજી તરફ આ સિંધુ સંસ્કૃતિની નજીક આવેલા રતનપર ગઢડા ગામ કે જેની વસ્તી બે હજાર જેવી છે. આ ગામમાં સરપંચ પદે મતિવેજીબેન દશરથભાઈ આહિર બિરાજે છે. ઉપસરપંચ પદે રબારી પુરીબેન ગોવાભાઇ છે.

વાત કરી એ સરપંચ પરિવારની તો તેમના દાદા સસરા આ ખડીર વિસ્તારમાં પટેલ તરીકે ઓળખાતા હતા. સવાભાઈ પુંજાભાઈ આહિર કે જે સમગ્ર વાગડ કચ્છમાં  સવાભાઈ પટેલના નામ થી પ્રખ્યાત હતા. તેમણે ખડીરના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ચાલીસ વર્ષ અગાઉ ખડીરમાં  જમવા માટે કોઇ હોટલ કે લોજની સગવડના હતી.  ત્યારે આ સવા પટેલને ત્યાં વટેમાર્ગુ યાત્રાળુઓ અને પ્રવાસીઓ જમવા માટે આવતા દરરોજ સો થી વધુ લોકો જમતા હતા.  તેમણે દસ વર્ષ સુધી સરપંચ પદે રતનપરમાં  રાજ કરી વિકાસનો પાયો નાખયો. ત્યારબાદ હાલના સરપંચના સસરા વેલજીભાઈ એ પણ દસ વર્ષ સુધી સરપંચ રહયા ત્યારબાદ કાકિ સાસુ દેવીબેન રણમલ આહિર એ સરપંચ તરીકે ફરજ બજાવી હતી. હાલ 2017 થી સરપંચ પદે વેજીબેન દશરથભાઈ આહિર છે. તો આ પરિવાર દ્વારા ગામના વિકાસ માટે પાયો નાખ્યો છે.

sugri 10 હડપ્પન સંસ્કૃતિના ધોરાવીરાથી વિકાસના પંથે એક ડગલું આગળ એટલે ખડીરનું રતનપર ગામ

આ અંગે રતનપરના હિરાભાઇ આહિર નામની વ્યક્તિએ જણાવ્યું હતું કે હાલના મહિલા સરપંચ વેજીબેન દ્વારા રતનપર ગઢડા જુથ પંચાયત દ્વારા ગામમાં દરેક વિસ્તારમાં સાઉન્ડ સિસ્ટમ 30 જેટલી ઉભી કરવામાં  આવી છે. જેમાં અવારનવાર સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવે છે. તો 16 જગ્યાએ સી સી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. જે એક માત્ર ખડીર વિસ્તારમાં જ છે. ત્રણ કિલોમીટર દૂરથી સાંગવારી માતાજી નજીક બોર બનાવી લોકો ને બે કલાક સુધી પાણી વિતરણ થાય છે. દરેક ધરમાં  ધરોધર નળ યોજના ઉભી કરવામાં આવી છે. તેમજ ગામની દરેક ચૌદ શેરીઓમાં ફરસબંદી રોડ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. તો સફાઈ માટે ધરોધર ડોમ આપવામાં આવ્યા છે. અને દરરોજ પંચાયત દ્વારા કચરો લઈ જવામાં આવે છે. આ એકમાત્ર વાગડનુ ગામ છે કે જ્યાં એક પણ ઉકરડો નથી. આઠ વોર્ડ ધરાવતા આ ગામમાં તમામ લોકો નો સાથ સહકાર સુંદર મળી રહ્યો છે.

sugri 11 હડપ્પન સંસ્કૃતિના ધોરાવીરાથી વિકાસના પંથે એક ડગલું આગળ એટલે ખડીરનું રતનપર ગામ

વધુમાં દશરથભાઈ વેલજીભાઈ આહિર જણાવી રહ્યા છે કે આ ગામમાં ધોરણ એક થી આઠ સુધી ની શાળા છે જેમાં 250 બાળકો અભ્યાસ કરે છે. જો વધુ ચાર રુમ અને ચાર શિક્ષકોની નિમણૂંક કરવામાં આવે તો ભણતર વ્યવસ્થિત મળી રહે 170 ખેડૂતો તથા લોકો ને ઈ ગ્રામ પંચાયત દ્વારા મળતા તમામ પ્રકારના દાખલ સ્થાનિક પંચાયતમાં  કાઢી આપવામાં આવે છે અને આ ગામમાં તમામ વિસ્તારોમાં વાઇફાઈ ઈન્ટરનેટની સુવિધા પંચાયત દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  જેનો લાભ લોકો અને વિધાર્થીઓ લઈ રહ્યા છે. પાણી વ્યવસ્થા માટે બે ટાંકા એક એક લાખ લીટરના બનાવવામાં  આવ્યા છે. નાબાડૅ અને ગીર ફાઉન્ડેશન દ્વારા 32 ડ્રીપ ઇરિગેશન માટે ખેડૂતોને બનાવી આપવામાં આવ્યા છે.  ઉપરાંત 300 સોલાર લાઈટ ફીટ કરવામાં આવી છે. એટલે અવારનવાર લાઈટ ના ધાંધીયામાં ગામ લોકો ને અજવાળું મળી રહે છે.  આંગણવાડી કેન્દ્ર ભાડા ના મકાનમાં ચાલુ છે જો નવું મકાન બનાવવામાં આવે તો સુવિધા ઉપલબ્ધ થઈ શકે તેમ છે. ત્રણ કિલોમીટર દૂર આવેલા સાંગવારી માતાજી ની આસપાસ વૃક્ષારોપણ અને યાત્રાળુઓ માટે રેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે.

sugri 12 હડપ્પન સંસ્કૃતિના ધોરાવીરાથી વિકાસના પંથે એક ડગલું આગળ એટલે ખડીરનું રતનપર ગામ

માજી ધારાસભ્ય પંકજ મહેતા દ્વારા લોખંડના સો થી વધુ બાંકડા આપવામાં આપવામાં આવ્યા છે. તો સમગ્ર ગામમાં સિમેન્ટના બાંકડા ગોઠવવામાં આવ્યા છે. પંચાયત દ્વારા આઠ ચેકડેમો 53 પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો મંજૂર કરાવવા મા આવ્યા છે. આ ગામ તેમજ ખડીરના બાર ગામના લોકો ને બેંક માટે એસી કિલો મીટર દૂર રાપર તાલુકાના રવ ગામે બેંક ઓફ ઈન્ડિયામા જવું પડે છે. ત્યારે આ બેંકમા ખેડૂતો ને પાક ધિરાણ આપતી નથી કે નથી કોઈ ખડીર વિસ્તારના લોકો ના કામો કરતી કારણ કે ખડીર વિસ્તાર ભચાઉ તાલુકામાં આવેલ છે એટલે જો આ રતનપર ખડીર વિસ્તારોમાં મુખ્ય ગામ છે જો અહીં બેંક ની શાખા અને એટીએમ સુવિધા ઉપલબ્ધ કરાવવા મા આવે તો સ્થાનિક લોકો અને પ્રવાસીઓ ને સુવિધા ઉપલબ્ધ થઈ શકે તેમ છે ઉપરાંત પૌરાણિક કથાઓમાં જેમનો ઉલ્લેખ છે એવા સાંગવારી માતાજી ના સ્થાન ને યાત્રા ધામ પ્રવાસન મા લઈ જાહેર કરવામાં આવે તો લોકોને સુંદર સગવડ મળી રહે તેમ છે ખાનગી ટ્રસ્ટ ની એક સ્કુલ પણ આવેલ છે જેમાં ખડીર વિસ્તારમાં આવેલા ગરીબ પરિવારોના બાળકો ને અભ્યાસ મળી રહે છે રતનપર મા આરોગ્ય વિભાગ દ્વારા સબ સેન્ટર ઉભુ કરવા મા આવેતો આજુબાજુના વિસ્તારોમાં અને ગામો ને આરોગ્ય સારવાર મળી રહે તેવી માંગણી કરવામાં આવી છે.

લાલજીભાઈ ચાવડા નામ ના ગ્રામજન ના જણાવ્યા મુજબ આ ગામમાં સરપંચ દ્વારા તમામ હાલ ના સમયની સુવિધા ઉપલબ્ધ છે અને લોકો ને કોઈ અગવડ નથી પડતી અનસુયાબેન નામ ની ગૃહિણી કહે છે કે મહિલા સરપંચ દ્વારા ઘરોઘર નળ દ્વારા પાણી આપવામાં આવે છે જે બે કલાક સુધી એક શેરી મા આપવામાં આવી રહ્યું છે જે તમામ મહિલા માટે આશીર્વાદ સમાન છે નજીક ના અનેક ગામોમાં બે કિલો મીટર પાણી ભરવા માટે જવુ પડે છે ખડીર મા નર્મદા ના પાણી આવતા નથી અમરાપર સુધી પાઇપ લાઇન દ્વારા બાલાસર થી પાણી આપવામાં આવે છે પરંતુ રતનપર કે અન્ય વિસ્તારમાં પાણી મળતું નથી. મહિલા સરપંચ એ મહિલાઓ ની પરેશાની સમજી ત્રણ કિલોમીટર દૂર થી ઘરોઘર પાણી આપવામાં આવે છે તે ખરેખર કાબેલિયત સાબિત કરે છે.

ભચાઉ તાલુકાના ખડીર દ્વિપ સમુહ ના રતનપર ગામ ની જે તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તે વાગડ વિસ્તારના રાપર ભચાઉ તાલુકામાં એક માત્ર છે ત્યારે ખડીર વિસ્તારમાં ફરજ બજાવતા લગભગ સરકારી કર્મચારીઓ રતનપર ગામે રહેવા નુ પસંદ કરે છે કારણ કે નોકરી પર થી ઘરે આવી પ્રથમ પાણી નો પોકાર હોય છે અને તે રતનપર મા નથી જ્યારે નળ ચાલુ કરો ત્યારે પાણી આવતું હોય છે આમ હાલ ના સમય ને અનૂરુપ સુવિધા સભર ગામ હડપ્પન નગર ધોરાવીરા ને પણ ટક્કર મારે એવી સુવિધા ઉપલબ્ધ થઈ છે હજુ પણ વિકાસ ના પાયા સમાન કામગીરી ચાલી રહી છે જેમાં તળાવ ઉડું કરવા માટે પંચાયત દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે