રસીકરણ/ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કોરોના રસીનો બીજો ડોઝ લીધો

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 45 કરતાં વધારે સંતોએ કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે આજે વેક્સિન લીધી હતી.

Gujarat Others
A 133 શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કોરોના રસીનો બીજો ડોઝ લીધો

શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા તેઓશ્રીની અનુજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 45 કરતાં વધારે સંતોએ કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે આજે વેક્સિન લીધી હતી. આ સાથે જ તેમણે પાત્ર લોકોને વેક્સિનનો ડોઝ લેવા વિનંતી કરી હતી અને વેક્સિનેશનને વાયરસને હરાવવાના કેટલાક ઉપાયો પૈકીનું એક ગણાવ્યું હતું.

વેક્સિન લીધા બાદ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે જણાવ્યું હતું કે, કોરોના વેક્સિનનો આજે બીજો ડોઝ લીધો છે. આ માનવતાવાદી અને પ્રશંસનીય કાર્ય છે કે કેવી રીતે આપણા ડોક્ટર અને વૈજ્ઞાનિકોએ કોરોના સામે વૈશ્વિક લડાઇને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યું છે. હું તમામ હરિભક્તો અને જનતાને વેક્સિન લેવા માટે અપીલ કરું છું, જે વેક્સિન લેવા માટે યોગ્ય છે.

A 134 શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કોરોના રસીનો બીજો ડોઝ લીધો

આ પણ વાંચો : અહીં સિવિલ હોસ્પીટલમાં PM રૂમ લાશોથી ઉભરાઈ રહ્યા છે

ઉલ્લેખનીય છે કે આપણા ડૉક્ટર્સ અને સાયન્ટિસ્ટે ખૂબ ઓછા સમયમાં કોરોનાની વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજૂબત કરવાનું કામ કર્યું છે. આવો સાથે મળી આપણે ભારતને કોવિડ-19 મુક્ત કરવામાં યોગદાન આપીએ.

આ પણ વાંચો :ઝાયડ્સ હોસ્પિટલે કહ્યું રેમડેસિવિરનો જથ્થો ખૂટ્યો, નેતાઓ કહે છે જથ્થો ઉપલબ્ધ, લોકો પરેશાન

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 76,30,525 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 9,84,583 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 86,15,108 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ મુખ્યમંત્રીનું મોટું નિવેદન

આ પણ વાંચો :જાણો, ક્યાં મળી આવ્યા બે હજારથી વધુ મૃત મરઘા, ગંદકી અને દુર્ગધથી લોકા ત્રાહીમામ પોકારી ઉઠયા