સુરત/ અડાજણ પાલ રોડ પર ચોથા માળેથી પટકાતા યુવતીનું મોત

અડાજણમાં એરીટા બિલ્ડીંગના બાંધકામમાં કામ કરતી 22 વર્ષીય યુવતી ચોથા માળેથી નીચે પટકાતા મોત થયું

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2024 01 17T133430.175 અડાજણ પાલ રોડ પર ચોથા માળેથી પટકાતા યુવતીનું મોત
  • સુરતના અડાજણ પાલ રોડ પરનો બનાવ
  • ચોથા માળેથી પટકાતા 22 વર્ષીય યુવતીનું મોત
  • નવનિર્મિત બાંધકામ સાઇટ પર બની ઘટના
  • સેરલ નામની યુવતી નીચે પટકાતા ઈજાગ્રસ્ત થઈ હતી

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના અડાજણ પાલ વિસ્તારમાં એરીટા બિલ્ડીંગના બાંધકામમાં કામ કરતી 22 વર્ષીય યુવતી ચોથા માળેથી અકસ્માતે નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી.જેથી હોસ્પિટલ ખસેડતા યુવતીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

સુરતમાં છાશવારે નવનિર્મિત બિલ્ડીંગોમાં કામ કરતા શ્રમિકો ઈજાગ્રસ્ત થવાની અને મોતને ભેટવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ફરી એકવાર અડાજણ પાલમાં નવનિર્મિત બિલ્ડીગમાં કામ કરતી 22 વર્ષીય યુવતી ચોથા માળેથી પટકાતા મોતને ભેટી હતી.

YouTube Thumbnail 2024 01 17T133511.552 અડાજણ પાલ રોડ પર ચોથા માળેથી પટકાતા યુવતીનું મોત

મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રેહવાસી અને સુરતમાં રેહતા રાકેશભાઈ અડાજણ પાલમાં બનતા એરીટા બિલ્ડીંગમાં પરિવાર સાથે બાંધકામ કામ કરી ગુજરાન ચલાવે છે.ત્યારે ગઈ કાલે તારીખ 16/01/2024ના રોજ બિલ્ડીગમાં કોલમ અને બીમ ભરવાનું કામ ચાલી રહ્યું હતું આ દરમ્યાન ચેહલબેન નામની 22  વર્ષીય યુવતી અચાનક ચોથા માળેથી નીચે પટકાઈ હતી.

યુવતી નીચે પટકાતા પેટ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેથી યુવતીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન યુવતીનું મોત થયું હતું.યુવતીના મોતને પગલે પરિવારજનો ભાંગી પડ્યા હતા.હાલ તો પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ

આ પણ વાંચો:વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને કર્યો આપઘાતનો પ્રયાસ

આ પણ વાંચો:ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવ સિદ્ધિ

આ પણ વાંચો:PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા