સંક્રમિત/ બિહારના CM નીતિશ કુમાર ફરી કોરોના સંક્રમિત, ઘરે જ ચાલી રહી છે સારવાર

બિહારના સીએમ નીતિશ કુમાર ફરી એકવાર કોરોના સંક્રમિત થયા છે. આ પહેલા વર્ષની શરૂઆતમાં નીતીશ કુમારની સાથે તેમની કેબિનેટના ઘણા નેતાઓ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયા હતા.

Top Stories India
નીતિશ કુમાર

દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus) ના કેસ વધી રહ્યા છે. દેશમાં દરરોજ લગભગ 20 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. સંક્રમણના વધારાને કારણે શહેરોમાં માસ્ક (mask)  ફરજિયાત કરવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે બિહારના સીએમ નીતિશ કુમાર (Nitish Kumar) ફરી એકવાર કોરોના સંક્રમિત થયા છે. આ પહેલા વર્ષની શરૂઆતમાં નીતીશ કુમારની સાથે તેમની કેબિનેટના ઘણા નેતાઓ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીતિશ કુમારને છેલ્લા ચાર દિવસથી તાવ છે. મુખ્યમંત્રી નીતિશ કુમારનો કોરોના રિપોર્ટ આવી ગયો છે. બિહારના સીએમ નીતિશ કુમારનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીએમ નીતિશ કુમારે પોતાને ઘરે અલગ કરી લીધા છે.

આ દરમિયાન સીએમ નીતિશ કુમાર તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. સીએમ નીતિશ કુમાર ઘરે સારવાર લઈ રહ્યા છે. નોંધનીય છે કે બિહારના સીએમ નીતિશ કુમાર છેલ્લા કેટલાક દિવસોથી સતત તાવથી પીડાઈ રહ્યા હતા. તાવના કારણે સીએમ નીતીશે સાવચેતીભર્યો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી નીતિશ કુમાર નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, મુખ્યમંત્રી છેલ્લા બે-ચાર દિવસથી કોઈ જાહેર કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. નીતીશ કુમાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજર રહી શક્યા ન હતા. જેના કારણે રાજકીય અટકળોનો દોર પણ તેજ બન્યો હતો.

આ પણ વાંચો:ક્યાં સુધી કાગળ ઉપરની દારૂબંધીના કાયદા હેઠળ ગરીબ હોમાશે લઠ્ઠાકાંડના ખપ્પરમાં?

આ પણ વાંચો: રાજકોટમાં આખરે નફ્ફટ તંત્ર જાગ્યુ, મીડિયા પહોંચ્યા બાદ દેશી દારૂના રેડનું નાટક

આ પણ વાંચો:રાજકોટમાં જેલમાં મળ્યા મંકીપોક્સના શંકાસ્પદ બે દર્દી, 6 કેદીઓ હજુ પણ છે બીમાર