અમદાવાદમાં એક પછી એક આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આવામાં શહેરમાંથી વધુ એક આપઘાતનો વિચિત્ર ઘટના સામે આવી છે. CTM પાસે આવેલા ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી અજાણી યુવતીએ કુદકો માર્યો છે. અજાણી યુવતીએ અગમ્ય કારણોસર બ્રિજ પરથી છલાંગ લગાવી છે. બપોરના સમયે ભરચક ટ્રાફિક વચ્ચે કુદકો માર્યો છે. યુવતી આટલે ઉંચેથી નીચે પટકાઇ હતી. જો કે તત્કાલ તેને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવી હતી. યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર ચાલી રહી છે. હાલ 24 કલાક યુવતી માટે ખુબ જ મહત્વના હોવાનું LG હોસ્પિટલના ડોક્ટર્સે જણાવ્યું હતું.
અમદાવાદના CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પાસે એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં ચાલુ ટ્રાફિકની વચ્ચે જ યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. બપોરના સમયે ભરચક ટ્રાફિકની વચ્ચે એક અજાણી યુવતીએ ઉપરના ઓવરબિજ પરથી અગમ્ય કારણસર નીચે કુદકો માર્યો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ છે. જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે યુવતીએ પળવારમાં ઓવરબ્રિજ પરથી કૂદકો માર્યો હતો.
પોલીસે સમયસુચકતા વાપરતા ટ્રાફીક અટકાવી દીધો હતો. યુવતી નીચે પટકાતાની સાથે જ તત્કાલ તેને સારવાર માટે 108 ની મદદથી એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જો કે યુવતી કોણ છે અને તેણે આવું પગલું કેમ ભર્યું તે અંગે હાલ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો:હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાને લઈ લોકો મુશ્કેલીમાં, અનેક રજૂઆતો કરવા છતાં પણ….
આ પણ વાંચો:અશાંતધારા મુદ્દે રાંદેર ગોરાટ વિસ્તારની 4 સોસા.ના લોકોએ કલેક્ટરને આપ્યું આવેદન
આ પણ વાંચો:છત વગરનું ભણતર, સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ખુલ્લામાં બેસી ભણવા મજબુર બન્યા બાળકો
