સમગ્ર રાજ્યમાં લોકો આકરી ગરમી અને કોરોનાનો સામનો કરી રહ્યા છે. બહાર નિકળે તો કોરોના અને અંદર રહે તો ગરમી પરેશાન કરી રહી છે.ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ વાવાઝોડું ત્રાટક્યું હતું જેના કારણે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. જે બાદ હવે હવામાન ખાતા દ્વારા આગામી બે દિવસ માટે ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાતં તા 27 અને 28 એમ બે દિવસ વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે ભારે વરસાદ વરસી શકે છે.
ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, ખેડા સહિતના વિસ્તારોમાં બફારો અનુભવાશે. થન્ડર સ્ટોર્મની અસરને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. બે દિવસ વરસાદ બાદ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો એહસાસ થશે.
અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ તાપમાન પણ 4-5 ડિગ્રી ઘટાડો થશે. એટલે કે બેવડી ઋતું હોવાથી સ્વેટરની સાથે સાથે છતરી પણ સાથે રાખજો. એટલું જ જ નહીં, બેવડી ઋતુમાં કોરોનાથી પણ બચવા માટે કાળજી રાખવી જરૂરી છે.
