સુરત/ અશાંતધારા મુદ્દે રાંદેર ગોરાટ વિસ્તારની 4 સોસા.ના લોકોએ કલેક્ટરને આપ્યું આવેદન

સુરત શહેરમાં અશાંતધારાનો કાયદો અમલમાં હોવા છતાં અશાંતધારા હેઠળનાં વિસ્તારમાં પ્લોટ/ જમીન/ એપાર્ટમેંટ સોસાયટીની મહત્તમ મિલકતો એક સાથે સામુહિક ધોરણે મકાન મિલકત ધારકો દ્વારા એક ચોક્કસ સમુદાયને મિલકત વેચાણ તબદીલ કરવાના અનેક કેસો કલેક્ટર સુરત શહેર સમક્ષ નોંધાય રહ્યાં છે.

Gujarat Surat
અશાંતધારા
  • રાંદેર વિસ્તારના લોકોએ આપ્યું આવેદન
  • તકદીરના કેસોમાં રા.સરકાર પાસે માંગી મંજૂરી
  • મંજૂરી મેળવી તપાસ બાદ હુકમ થાય તેવી માગ

સુરતના રાંદેર ગોરાટ વિસ્તારમાં આવેલી સોસાયટીના રહિશો દ્વારા કલેકટર કચેરી ખાતે અશાંતધારામાં સુધારો કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.સુરત શહેરમાં અશાંતધારાનો કાયદો અમલમાં હોવા છતાં અશાંતધારા હેઠળનાં વિસ્તારમાં પ્લોટ, જમીન, એપાર્ટમેંટ, સોસાયટીની મહત્તમ મિલકતો એક સાથે સામુહિક તબદીલ કરવામાં આવે છે. ત્યારે  પ્લોટ, જમીન, એપાર્ટમેંટ, સોસાયટીમાં તબદીલ ન કરવા ઈચ્છનાર મિલકત ધારકો ગંભીર મુશ્કેલીઓમાં મુકાઈ રહ્યાં છે. કલેકટરને રજૂઆત કરી કે કોઈ મકાન વેચવા માગ તો તેની આસપાસની સોસાયટીને પણ જાણ કરવામાં આવે.જેથી કોઈને વાંધો હોય તો તેઓ પણ રજૂઆત કરી શકે છે.

અશાંતધારા હેઠળનાં વિસ્તારોમાં પ્લોટ/ જમીન/ મકાન મિલકતની તબદીલીઓ અંતર્ગત મહત્તમ કે સામુહિક મકાનનમિલકત તબદીલી અરજના અલગ અલગ સમુદાયોના લોકો વચ્ચે થતી તબદીલીઓના કેસોમાં રાજ્ય સરકાર પાસેથી મંજૂરી મેળવી ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવી અને ત્યાર બાદ તબદીલી હુકમ કરવામાં આવે તેવી માંગ સાથે રાંદેર વિસ્તારના લોકોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે.

સુરત શહેરમાં અશાંતધારાનો કાયદો અમલમાં હોવા છતાં અશાંતધારા હેઠળનાં વિસ્તારમાં પ્લોટ/ જમીન/ એપાર્ટમેંટ સોસાયટીની મહત્તમ મિલકતો એક સાથે સામુહિક ધોરણે મકાન મિલકત ધારકો દ્વારા એક ચોક્કસ સમુદાયને મિલકત વેચાણ તબદીલ કરવાના અનેક કેસો કલેક્ટર સુરત શહેર સમક્ષ નોંધાય રહ્યાં છે. જે અંતર્ગત આ સામુહિક ધ્રુવિકરણ ગંભીર સમસ્યાઓ સર્જન કરનારી અને વિસ્તાર વસ્તીની ડેમોગ્રાફી બદલનારી બાબતો છે. જેથી અશાંતધારાની જોગવાઈઓના હેતુ ઉદ્દેશો જળવાઈ રહ્યાં નથી. હાલમાં સુરત જિલ્લા કલેકટર કચેરીમાં અનેક મિલકતો તબદીલી અરજોમાં સામુહિક મકાન મિલકત કે મહત્તમ મકાન મિલકતની તબદીલીની અરજો નોંધાયેલી છે. જેમાં રાંદેર ગોરાટ વિસ્તારમાં ધનલક્ષ્મી સોસાયટી, હરિહરપાર્ક સોસાયટી, આવકાર સોસાયટી, કીર્તિનગર સોસાયટી, સાંઈ શક્તિ સોસાયટી તેમજ ગોપીપુરામાં અનેક એપાર્ટમેંટો પૈકી સુનિષ એપાર્ટમેંટ વગેરે જેવા અનેક કેસો છે.

સામુહિક મકાન મિલકત તબદીલી અરજોને કારણે અશાંતધારા હેઠળનાં વિસ્તારમાં પ્લોટ/ જમીન/ એપાર્ટમેંટ/ સોસાયટીમાં તબદીલ ન કરવા ઈચ્છનાર મિલકત ધારકો ગંભીર મુશ્કેલીઓમાં મુકાઈ રહ્યાં છે. તેથી સ્થાનિક લોકોની માગણી છે કે જો કોઈ વ્યક્તિ પોતાની મિલકત તકદીર કરવા માટે અરજી કરે તો આ બાબતે આસપાસના અન્ય રહીશોને કે સોસાયટીઓને પણ જાણ કરવામાં આવે જેથી કોઈને વાંધો હોય તો તેઓ પણ રજૂઆત કરી શકે. આ બાબતે રાંદેર વિસ્તારના લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

આ પણ વાંચો:છત વગરનું ભણતર, સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ખુલ્લામાં બેસી ભણવા મજબુર બન્યા બાળકો

આ પણ વાંચો:ભાવનગરમાં 10,5ના સિક્કાને લઈને ગેરસમજ, વેપારી ,ગ્રાહકોનો સિક્કા સ્વિકારવાનો ઈન્કાર

આ પણ વાંચો:વડોદરામાં રોમિયોની કરાઇ ધોલાઇ, અલ્તાફ નામના યુવકને પકડી લોકોએ ફટકાર્યો