Not Set/ રાજકોટના લોકો માટે ખુશીના સમાચાર, મળી રહી છે વધુ એક ટ્રેનની સેવા

સોરઠના યાત્રીઓની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા વેરાવલ – રાજકોટ વચ્ચે આગામી તા. 12 એપ્રિલથી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનનું ભાડું મેઇલ એક્સપ્રેસના અનરિઝર્વ્ડ કોચ જેટલું લેવામાં આવશે. આગામી તા. 12 એપ્રિલથી શરૂ થનાર આ વેરાવલ – રાજકોટ – વેરાવલ દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન નં. 09514 […]

Gujarat Rajkot
train રાજકોટના લોકો માટે ખુશીના સમાચાર, મળી રહી છે વધુ એક ટ્રેનની સેવા

સોરઠના યાત્રીઓની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા વેરાવલ – રાજકોટ વચ્ચે આગામી તા. 12 એપ્રિલથી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનનું ભાડું મેઇલ એક્સપ્રેસના અનરિઝર્વ્ડ કોચ જેટલું લેવામાં આવશે.

આગામી તા. 12 એપ્રિલથી શરૂ થનાર આ વેરાવલ – રાજકોટ – વેરાવલ દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન નં. 09514 રાજકોટથી દરરોજ 8:10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 12:30 વાગ્યે વેરાવલ પહોંચશે. આવી જ રીતે ટ્રેન નં. 09515 વેરાવલ-રાજકોટ દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ વેરાવલથી દરરોજ 17:35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 22:05 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન રસ્તામાં આદ્રી રોડ, ચોરવાડ રોડ, માલીયા હાટીના, કેશોદ, બદોદર, લુશાલા, બંધનાથ, શાપૂર, જુનાગઢ જંક્શન, વડાલ, ચોકી સોરઠ, જેતલસર જંક્શન, નવાગઢ, વીરપુર, ગોમટા, ગોંડલ, રિબડ઼ા, કોઠારિયા અને ભક્તિનગર સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. રેલવે તંત્રની યાદી મુજબ આગામી તા. 12 એપ્રિલથી શરૂ થનારી વેરાવલ-રાજકોટ-વેરાવલ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનમાં ભાડું મેઇલ / એક્સપ્રેસના અનરિઝર્વ્ડ કોચ જેટલું લેવામાં આવશે.