Gujarat/ વટ છે અમદાવાદનો, દેશનાં સર્વશ્રેષ્ઠ શહેરોમાં અમદાવાદનું નામ

દેશવાસીઓની જીવન જીવવાની પધ્ધતિ ઉપરના અલગ-અલગ પરીબળોને ધ્યાનમાં રાખી…

Ahmedabad Gujarat
police attack વટ છે અમદાવાદનો, દેશનાં સર્વશ્રેષ્ઠ શહેરોમાં અમદાવાદનું નામ

@આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

દેશવાસીઓની જીવન જીવવાની પધ્ધતિ ઉપરના અલગ-અલગ પરીબળોને ધ્યાનમાં રાખી આઈ.આઈ.ટી.મુંબઈ દ્વારા કરવામાં આવેલા દેશના ૧૪ ટોચના શહેરોમાં સર્વે બાદ કવોલિટી ઓફ લાઈફની દ્રષ્ટીથી અમદાવાદ શહેરને આઠમો ક્રમાંક આપવામાં આવ્યો છે.આ યાદીમાં સૌથી ટોચના ક્રમ ઉપર ગ્રેટર મુંબઈને સ્થાન આપવામાં આવ્યું છે.આઈ.આઈ.ટી.મુંબઈના સિવિલ એન્જીનિયરીંગ વિભાગ દ્વારા કરવામાં આવેલાં સર્વેમાં અમદાવાદ શહેરને એવરેજ કેટેગરીમાં મુકવામાં આવ્યું છે.

મળતી વિગતો મુજબ,મુંબઈ સ્થિત આઈ.આઈ.ટી.દ્વારા દેશના પ્રમુખ શહેરોમાં રહેતા લોકોની રહેણી-કરણી ઉપરાંત બેરોજગારી,પુરુષ અને મહિલાઓ વચ્ચેનું અંતર,શિક્ષણ,આર્થિક સ્થિરતા,પાયાગત સુવિધાઓ,સુરક્ષિત અને સલામત જીવન,આર્થિક વિકાસ, મહિલાઓની સુરક્ષા  જેવા કુલ મળીને ૨૪ જેટલા પરીબળો ઉપર એક સર્વે કરવામાં આવ્યો હતો.આ સર્વે બાદ કવોલિટી ઓફ લાઈફના હેડ અંતર્ગત જે શહેરોમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી.

સારા શહેરો કયા-કયા?

ચેન્નાઈ,હૈદરાબાદ,કોલકોતાને સારા શહેરોની યાદીમાં મુકવામાં આવ્યા છે.

એવરેજ શહેરો કયા-કયા?

સર્વે બાદ અમદાવાદ,ચંદીગઢ,ભોપાલ,લખનૌ,જયપુર ઉપરાંત ઈંદોરને સ્થાન આપવામાં આવ્યું છે.

આ શહેરને અલગ-અલગ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યા હતા.જે શહેરોમાં હાલની પરિસ્થિતિમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટ નેટવર્કની આવશ્યકતા છે તે શહેરોમાં કેટલા ટ્રાન્સપોર્ટ નેટવર્કની જરુર છે તે પણ રીપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે.અમદાવાદ શહેરમાં હજુ પણ ૪૧૧ કીલોમીટર વિસ્તારમાં એડીશનલ ટ્રાન્સપોર્ટ નેટવર્કની જરુર હોવાનું સર્વેમાં કહેવામાં આવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો