Not Set/ અમદાવાદ/ BRTS બસે બાઈક સવારને મારી ટક્કર, ઘટના સ્થળે બે સગા ભાઈના મોત

રોડ અકસ્માતોને ઘટાડવા સરકારના તમામ પ્રયત્નોના સકારાત્મક પરિણામ મળતા હોય તેવું લાગી રહ્યું નથી. નવા મોટર વ્હીકલ નિયમ બાદ પણ અકસ્માતની ઘટના ઘટવાનું નામ નથી લઇ રહી. ત્યારે બસ ડ્રાઈવરો બેફામ બન્યા છે. તેઓ પર કોઈ નિયમો લાગુ પડતા હોય તેવું નથી લાગી રહ્યું નથી. ગઈ કાલે સુરતમાં સીટી બસે બાઈકને અડફેટે લેતા ત્રણ લોકોના […]

Top Stories Ahmedabad Gujarat
Untitled 26 અમદાવાદ/ BRTS બસે બાઈક સવારને મારી ટક્કર, ઘટના સ્થળે બે સગા ભાઈના મોત

રોડ અકસ્માતોને ઘટાડવા સરકારના તમામ પ્રયત્નોના સકારાત્મક પરિણામ મળતા હોય તેવું લાગી રહ્યું નથી. નવા મોટર વ્હીકલ નિયમ બાદ પણ અકસ્માતની ઘટના ઘટવાનું નામ નથી લઇ રહી. ત્યારે બસ ડ્રાઈવરો બેફામ બન્યા છે. તેઓ પર કોઈ નિયમો લાગુ પડતા હોય તેવું નથી લાગી રહ્યું નથી.

ગઈ કાલે સુરતમાં સીટી બસે બાઈકને અડફેટે લેતા ત્રણ લોકોના મોત થયા હતા. હજુ આ ઘટનાને માંડ 24 કલાક થયા છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના અમદાવાથી સામે આવી છે.

અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ બસની બાઈક ટક્કર વાગતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ અકસ્માત બાદ લોકોએ રોષે ભરાયેલા બાદમાં બીઆરટીએસની બસને તોડફોડ કરવાની શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર મરનાર બે સગા ભાઈઓ હતા. મૃતક બંને સગા ભાઈના મોત.

મારનાર બે ભાઈઓની ઓળખ જયેશ હીરાભાઈ રામ (ઉંમર 25) અને નયન હીરાભાઈ રામ (ઉંમર 20 વર્ષ) તરીકે થઇ છે. મૃતક નયનના પત્ની દાણીલીમડામાં PSI છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.