ભૂજ/ BSFએ પેટ્રોલિંગ દરમિયાન ચરસનું પેકેટ જપ્ત કર્યું, ચરસ મળવાનો સિલસિલો યથાવત

બીએસએફ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા જખાઉ બીચ અને ખાડી વિસ્તારમાંથી ચરસના 108 પેકેટો મળી આવ્યા હતા.

Top Stories Gujarat

BSF:  BSF ભુજની એક પેટ્રોલિંગ દળે  જખૌ કાંઠાના ઇબ્રાહિમ પીર બેટ પાસેથી ચરસના 01 પેકેટ જપ્ત કર્યુ હતું. ઝડપાયેલા પેકેટના પેકેજિંગમાં ‘અરેબિકા પ્રીમિયમ ઇગોઇસ્ટ કેફે, વેલ્વેટ’ શબ્દો હતા. BSF દ્વારા ઝડપાયેલ ચરસનું પેકેટ પાકિસ્તાન તરફથી દરિયાઈ મોજાથી કિનારે ધોવાઈને ભારતીય કિનારે પહોંચ્યું હોવાનું જણાય છે. રિકવરી બાદ બીએસએફ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2022 માં, બીએસએફ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા જખાઉ બીચ અને ખાડી વિસ્તારમાંથી ચરસના 108 પેકેટો મળી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ  BSFને કચ્છની દરિયાઈ સરહદેથી બિનવારસાહી હાલતમાં ચરસનું પેકેટ  મળ્યું હતું. નારાયણ સરોવર પાસે ઈબ્રાહીમ પીર બેટમા પાસેથી ચરસનું પેકેટ મળી આવ્યું છે. BSFની 102 બટાલિયનના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન આ ચારસનુ પેકેટ મળ્યું હતું. બીએસએફ દ્વારા આ વિસ્તારમાં મોટે પાયે સઘન તપાસ હાથ ધરી હતી પરતું ચરસ પકડાવવાનું સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. 

રણનીતિ/ લોકસભા 2024ની ચૂંટણી જીતવા માટે ભાજપ કરશે 10 લાખ બૂથને મજબૂત

અટકાયત/ દિલ્હી પોલીસે સંજય સિંહ,ગોપાલ રાય સહિત 36 નેતાઓની અટકાયત કરી