- સાવરકુંડલા અમરેલી ગમખ્વાર અકસ્માત
- ઘટનાસ્થળે 3 પુરુષના મોત, એક ગંભીર ઇજાગ્રસ્ત
- ટ્રક અને કારનો સાવરકુંડલાના સિમરન પાસે અકસ્માત
- સારવાર માટે અમરેલી સિવિલમાં ખસેડાયા
રાજ્યમાં અક્સ્માતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે અકસ્માતમાં જીવ ગુમાવનારની સંખ્યા પણ સતત વધી રહી છે. સાવરકુંડલા અમરેલી હાઇવે ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિ ઐ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સાવરકુંડલા અમરેલીના સીમરન નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ઘટનાસ્થળે જ ત્રણ પુરુષના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત બની છે. ટ્રક અને કારનો સાવરકુંડલાના સિમરન પાસે અકસ્માત સર્જાતાં આ ઘટના બની હતી. ઘયલને સારવાર માટે અમરેલી સિવિલમાં ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં જ લોકોનું મોટું ટોળું ઘટના સ્થળે ભેગું થઇ ગયું હતું. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ધસી આવ્યો હતો.
આ અકસ્માતમાં એક જ પરિવારનાં ત્રણ લોકો ઉમેશભાઈ મનુભાઈ ગુર્જર ઉંમર 39 વર્ષ, કૌશિકભાઈ મનુભાઈ ગુર્જર ઉંમર 33 વર્ષ તેમજ ભાગુબહેન મનુભાઈ ગુર્જર 55 વર્ષનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું. આ ઉપરાંત મનુભાઈ બાલુભાઈ ગુર્જરને નાનામોટી ઇજાઓ થતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડાયા હતા. સમગ્ર ઘટનામાં પતિની નજર સમક્ષ પત્ની અને 2 પુત્રનાં કરુણ મોત થયા છે, જેને પગલે પંથકમાં ગમગીની ભર્યો માહોલ સર્જાયો છે.
Year Ender 2021 / કોરોનાનું આવું ભયાનકરૂપ, હે ભગવાન આવા દિવસો ફરી ના બતાવતો…!!!
National / રાહુલ-પ્રિયંકા અમેઠીનો ગઢ જીતવા માટે નીકળ્યા પગપાળા, જુઓ તસવીરો
National / કેટ-વિકીના લગ્ન બાદ હવે આ સાંસદ પુત્રના રોયલ વેડિંગ માટે થનગની રહ્યું છે રાજસ્થાન, સેલિબ્રિટીઓનો જામ્યો ખડકલો
Round Up 2021 / જ્યારે ચમોલી ગ્લેશિયર તૂટવાથી મોટી તબાહી સર્જાઈ; આ ઘટના આજે પણ વૈજ્ઞાનિકો માટે છે એક રહસ્ય
Round Up 2021 / કરીના કપૂર અને શિલ્પા શેટ્ટીના પતિથી લઈને આ સેલેબ્સના વિવાદો બોલિવૂડમાં રહ્યા ચર્ચાસ્પદ
