વીર શહીદ જવાનને/ શ્રધ્ધાંજલિ આપવા યુવાન 120 કિલોમીટર સ્કેટીંગ કરીને પહોંચ્યો બોડેલીના અલ્હાદપુરા ગામે

બોડેલીનાં અલ્હાદપુરાનાં વીર શહીદ જવાન તુલસીભાઈ બારીયાને શ્રધ્ધાંજલિ આપવા આણંદનો નવયુવાન આણંદ થી અલ્હાદપુરા સ્કેટીંગ કરીને પહોંચ્યો જેનુ બોડેલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Gujarat
4 28 શ્રધ્ધાંજલિ આપવા યુવાન 120 કિલોમીટર સ્કેટીંગ કરીને પહોંચ્યો બોડેલીના અલ્હાદપુરા ગામે

બોડેલીનાં અલ્હાદપુરાનાં વીર શહીદ જવાન તુલસીભાઈ બારીયાને શ્રધ્ધાંજલિ આપવા આણંદનો નવયુવાન આણંદ થી અલ્હાદપુરા સ્કેટીંગ કરીને પહોંચ્યો જેનુ બોડેલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામના વતની અને છેલ્લા 19 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા તુલસીભાઈ રામજીભાઈ બારીયા નું ગત માસે જમ્મુ-કાશ્મીરનાં કૂપવાડા જિલ્લાના કાલારુષ ક્ષેત્રની બર્ફીલી પહાડીઓમાંથી પસાર થતી વખતે ગાડી ખીણમાં ખાબકતા તેઓ શહીદ થયાનાં સમાચાર થી તેઓના મૂળ વતન અલ્હાદપુરા સહિત સમગ્ર બોડેલી તાલુકો જ નહીં પણ છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની જનતા ભારે શોકમાં ગરકાવ થઈ હતી અને ઠેરઠેર આ વીર શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

ત્યારે આવી જ રીતે વીર શહીદ તુલસીભાઈ બારીયાને શ્રધ્ધાંજલિ આપવા આણંદ થી 120 કિલોમીટર જેટલું અંતર સ્કેટિંગ દ્વારા કાપી આણંદનો નવયુવાન અગસ્ત્ય વાળંદ બોડેલી આવી પહોંચ્યો હતો અને વીર શહીદ જવાન તુલસીભાઈ બારીયા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

ત્યારે શહીદ જવાનના પરિવારજનો ભાવવિભોર બન્યા હતા જ્યારે બોડેલી ખાતે સામાજિક યુવા કાર્યકર કૃણાલ બારીયા સાથે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચાના પ્રમુખ હિરેન પંડિત, બોડેલી તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ તુષાર પટેલ સહિત કાર્યકરો એ અગસ્ત્ય વાળંદનું બોડેલી કેનાલ પર ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું.