Not Set/ અમદાવાદ: 76 કિલો 850 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો

અમદાવાદ અમદાવાદના પુરી એક્સપ્રેસ ટ્રેનના કોચ માંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. પુરી એક્સપ્રેસ ટ્રેનના કોચ માંથી 76 કિલો 850 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. ત્યારે ગાંજાના જથ્થાની કિંમત લગભગ 4 લાખ 67 હજાર રૂપિયા છે. ત્યારે માદક દ્વવ્યોની હેરાફેરાનો મામલો સામે આવ્યો છે. ગાંજાની હેરાફેરી કરતા માફિયાઓની રેલવે એલસીબી ટીમે તપાસ હાથ ધરી […]

Gujarat
858c8389 6fd3 4ab8 81ca 0a47e915d7cd અમદાવાદ: 76 કિલો 850 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો

અમદાવાદ

અમદાવાદના પુરી એક્સપ્રેસ ટ્રેનના કોચ માંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. પુરી એક્સપ્રેસ ટ્રેનના કોચ માંથી 76 કિલો 850 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. ત્યારે ગાંજાના જથ્થાની કિંમત લગભગ 4 લાખ 67 હજાર રૂપિયા છે. ત્યારે માદક દ્વવ્યોની હેરાફેરાનો મામલો સામે આવ્યો છે.

ગાંજાની હેરાફેરી કરતા માફિયાઓની રેલવે એલસીબી ટીમે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ગાંજા કાંડની તપાસ એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ આ ગાંજાનો જથ્થો અમદાવાદના માફિયાઓએ મંગાવ્યો હોવાની શંકાઓ સેવાઇ રહી છે.

એલસીબી ટીમે બીનવારસી હાલતમાં પડેલા પાર્સલને જપ્ત કર્યું હતું. જેમાં તપાસ કરતાં તેમાંથી ગાંજાનો જથ્થો ભરેલા 37 જેટલા પેકેટ મળી આવ્યા હતા. પોલીસ ટીમે 4 લાખ 67 હજાર રુપીયાની કિંમતના ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. ચોકાવનારી બાબત એ છે કે ગુજરાતના જ કોઈ ડ્રગ્સ માફિયાએ ગાંજાનો જથ્થો મંગાવ્યો હોવાની શંકા છે. એલસીબી ટીમના પીઆઈઈ આર એમ દવેએ તપાસ હાથ ધરી છે.