GUJRAT CONGRESS/ જૂનાગઢ : કેશોદ કોંગ્રેસમાં ભૂંકપ, પૂર્વ તાલુકા પ્રમુખ અને કોંગ્રેસ ડેલીગેટ અશ્વિનભાઈ ખટારીયાએ આપ્યું રાજીનામું

જૂનાગઢ જિલ્લામાં કેશોદના દિગ્ગજ કોંગ્રેસ નેતાએ રાજીનામું આપ્યું. 35 વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલા અશ્વિનભાઈ ખટારિયાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 84 1 જૂનાગઢ : કેશોદ કોંગ્રેસમાં ભૂંકપ, પૂર્વ તાલુકા પ્રમુખ અને કોંગ્રેસ ડેલીગેટ અશ્વિનભાઈ ખટારીયાએ આપ્યું રાજીનામું

ગુજરાતમાં અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે.  જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કોંગ્રેસ ડેલીગેટ અને પૂર્વ તાલુકા પ્રમુખ અશ્વિનભાઈએ ખટારીયાએ રાજીનામું આપ્યું છે. અશ્વિનભાઈ ખટારીયા કોંગ્રેસના સક્રિય અને સીનીયર કાર્યકર માનવામાં આવે છે. ઉચ્ચ કક્ષાના સીનીયર નેતા ગણાતા અશ્વિનભાઈએ રાજીનામું આપતા કેશોદ કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે ટૂંક સમયમાં કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાઈ શકે છે. જો અશ્વિનભાઈ ખટારિયા તરફથી હાલ આ સ્થિતિ પર કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એક અફવા એવી પણ છે કે છેલ્લા કેટલાક સમયથી તેમની નબળી કામગીરીના કારણે પાર્ટી તરફથી સાઈડ લાઈન કરવામાં આવ્યા હતા. સંભવત્ તેમને આગામી સમયમાં કોંગ્રેસમાંથી બહાર કરી દેવાની સંભાવનાને પગલે તેમણે અગાઉ જ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હોઈ શકે. રાજ્યમાં સ્થાનિક રાજકારણમાં નેતાઓની આવન-જાવન જોવા મળી રહી છે. તમામ લોકો અત્યારે એક જ દિશા તરફ દોટ મૂકી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.

રાજ્યમાં અત્યારે પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલી છે. લોકસભાની ચૂંટણી આવતા જ નેતાઓ લાભ લેવા પક્ષ પલટાનું શસ્ત્ર ઉગામી રહ્યા છે. અત્યારે ભાજપમાં ભરતી મેળો ચાલતો હોય તેવું લાગેછે. કારણ કે કોંગ્રેસ હોય કે આપ પાર્ટી અથવા અન્ય કોઈ પક્ષના નેતા હોય તેઓ પોતાની પાર્ટી છોડી ભાજપમાંસામેલ થઈ રહ્યા છે. પીએમ મોદીના નેતૃત્ત્વમાં ભાજપનું વર્ચસ્વ વધ્યું છે. જ્યારે કોગ્રેસ, આપ, અકાલી દલ, સમાજવાદી પાર્ટી જેવા અન્ય પક્ષોમાં આંતરિક ડખા અને સબળ નેતૃત્વના અભાવે કાર્યકરો અને નેતાઓ પક્ષનો સાથ છોડી રહ્યા છે. કેશોદમાં પૂર્વ તાલુકા પ્રમુખ અશ્વિન ખટારિયા રાજીનામું આપ્યું છે જેમાં તેમને તાલુક કોંગ્રેસ પ્રમુખ પદેથી દૂર કરાયાની નારાજગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અશ્વિન ખટારિયા 35 વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. આજે રાજીનામું આપતા આ સંબંધનો અંત આવ્યો છે.

ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ અશ્વિન ખટારિયાએ જણાવ્યું કે તેમણે તેમના કાર્યકરો સાથે વાત કરીને આ નિર્ણય લીધો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છો. આ મામલે જવાબ આપતા કહ્યું કે હાલ કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી. મારા શુભેચ્છકો એવા કાર્યકરો સાથે ચર્ચા કરી આ મામલે નિર્ણય લઈશું. ચર્ચા છે કે મઢડા સોનલધામ ખાતે આઈ શ્રી સોનલ માંજન્મ શતાબ્દી મહોત્સવ યોજાયો ત્યારે અશ્વિન ખટારિયા અને કોંગ્રેસના મતભેદો સામે આવ્યા હતા. અશ્વિન ખટારિયાના રાજીનામાથી કોંગ્રેસ માટે મંથનનો દોર શરૂ થયો છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના એક પછી એક કાર્યકરો અને દિગ્ગજ નેતાઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. સાથે રાષ્ટ્રીય સ્તરે ચાલતા INDIA ગઠબંધનમાં પણ તિરાડ પડી છે. આ ગઠબંધનમાં ભગવંત માન, મમતા બેનરજી અને નીતિશ કુમારે પલટી મારતા કોંગ્રેસ માટે લોકસભા ચૂંટણી મોટો પડકાર બની રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પક્ષ પલટો કરી રહેલા લોકોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓ ડરથી અથવા લોભના કારણે ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપ એકહથ્થું શાસન કરવા શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહી છે. કોઈ પાર્ટી છોડી રહ્યું છે તો કોઈ ગઠબંધન છોડી રહ્યું છે. શું આ રીતે લોકસભા ચૂંટણી લડવા માંગે છે ભાજપ. જો આ ચૂંટણીમાં ભાજપની જીત થશે તો ભવિષ્યમાં દેશમાં ક્યારે પણ ચૂંટણી થશે નહી. આપણા દેશમાં સરમુખત્યારશાહી આવશે. ખડગે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે આ ચૂંટણીમાં અમે ભાજપને હરાવીને જ જંપીશું. કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે અને સ્થાનિક સ્તરે પણ તૂટ પડી રહી છે કાર્યકરો અને નેતાઓ પક્ષ છોડી રહ્યા છે ત્યારે આખરે કોણ બચશે સવાલ એ રહેશે?


આ પણ વાંચોઃ  

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ