આણંદઃ આણંદની નેકસ્ટ ડેસ્ટિનેશન કન્સલ્ટન્સીએ યુવાનની વિદેશ જવાની ઘેલછાનો લાભ ઉઠાવીને એક યુવાન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. વિરસદના યુવાને વિદેશ જવાની ઘેલછામાં નેકસ્ટ ડેસ્ટિનેશન કન્સલ્ટન્સીનો સંપર્ક સાધ્યો હતો. તેના પછી તેમની વાતોમાં આવી ગયો હતો. તેના લીધે તેઓએ યુકેના બોગસ વિઝા બારોબાર ફટકારીને તેની પાસે આઠ લાખ રૂપિયા કરતાં પણ વધારે રકમની ઠગાઈ કરી હતી.
આ મામલે આણંદ પોલીસે અમન દીવાન નામની વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. આ તપાસના પગલે રાજ્યમાં ચાલતા અનેક પ્રકારના બોગસ વિઝા કૌભાંડનો પર્દાફાશ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આમ વિરસદનો યુવાન આણંદમાં નકલી વિઝા કૌભાંડનો ભોગ બન્યો છે. આણંદના વિઝા એજન્ટે યુવાનની વિદેશ જવાની ઘેલછાનો લાભ ઉઠાવીને તેની પાસે આઠ લાખ રૂપિયા કરતાં પણ વધુ રકમ પડાવી લીધી હોવાનું બહાર આવ્યું છે. આમ પરસેવાની કમાણીના રૂપિયા જવાના લીધે યુવક અને તેનું કુટુંબ હતપ્રભ છે. વિદેશની ઘેલછાના લીધે તેણે લાખો રૂપિયા ખોવાનો સમય આવ્યો છે. તેથી યુવાનની હાલત અત્યાર ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરાય તેવી થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ