Cricket/ વિરાટ કોહલીના ભવિષ્ય વિશે શાહિદ આફ્રિદીએ આપ્યું નિવેદન

એશિયા કપ 2022 ની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે રમાવાની છે અને આ મેચ સાથે જ વિરાટ ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફરશે. વિરાટને ભારતના વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી આરામ…

Top Stories Sports
Virat Kohli Future

Virat Kohli Future: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના ભવિષ્ય પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. આફ્રિદીને ટ્વિટર પર એક ફેન્સે વિરાટ કોહલીના ભવિષ્ય વિશે પ્રશ્ન કર્યો હતો, જેનો તેણે પાંચ શબ્દોમાં જવાબ આપ્યો હતો. વિરાટ કોહલીએ નવેમ્બર 2020 માં તેની કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી, ત્યારથી તેના બેટમાંથી એક પણ સદી નીકળી નથી. વિરાટના ફોર્મ વિશે ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે પણ વિરાટને ટીમમાંથી બહાર કરવાની વાત કરી છે.

એશિયા કપ 2022 ની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે રમાવાની છે અને આ મેચ સાથે જ વિરાટ ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફરશે. વિરાટને ભારતના વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે આ વિરામ બાદ વિરાટ તાજગીથી મેદાનમાં પરત ફરશે અને ફોર્મમાં પણ પરત ફરશે. આફ્રિદીએ ટ્વિટર પર #AskLala સેશન ચલાવ્યું, જેના પર એક પ્રશંસકે સવાલમાં લખ્યું, ‘વિરાટ કોહલીના ભવિષ્ય વિશે શું?’તેના પર આફ્રિદીએ લખ્યું, ‘તે ફક્ત તેના પોતાના હાથમાં છે’

આ પણ વાંચો: રાજકીય / મનીષ સિસોદિયાએ કર્યો દાવો ભાજપે આપી ઓફર, AAPને તોડી BJPમાં સામેલ થઇ જાવો,CBI,EDના કેસ બંધ કરાવી દઇશું

આ પણ વાંચો: Political / રાજ્યમાં ચૂંટણી પહેલા જ ભાજપે કર્યા સંગઠનમાં મોટા ફેરફાર,વિજય રૂપાણી અને નીતિન પટેલને સોંપાઇ આ જવાબદારી,જાણો

આ પણ વાંચો: જમશેદપુર / ટાટા સ્ટીલ ઝૂલોજિકલ પાર્કમાં મિથુનનું ડૂબી જવાથી મોત, માદા દીપડાએ આ રીતે બચાવ્યો પોતાનો જીવ