#gujarat/ ભાજપ દ્વારા પાંચમી યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોને મળી ટિકિટ

લોકસભા ચૂંટણીને લઈને ભાજપની પાંચમી એક યાદી જાહેર કરાઈ છે.

Top Stories Gujarat
ivp41kpo bjp ભાજપ દ્વારા પાંચમી યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોને મળી ટિકિટ

લોકસભા ચૂંટણીને લઈને ભાજપની પાંચમી એક યાદી જાહેર કરાઈ છે. જેમાં ગુજરાતની જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે,અમરેલીથી ભરત સુતરિયા ઉમેદવાર,વડોદરાથી ડૉ. હેમાંગ જોશી ઉમેદવાર ,મહેસાણા થી હીરાભાઈ પટેલ ઉમેદવાર,સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા ઉમેદવાર,સાબરકાંઠાથી શોભનાબેન ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આપણે જણાવી દઇએ કે,આ યાદીમાં ભાજપે 43 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં મહત્વની વાત એ છે કે, ભાજપે હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી બોલિવૂડ અભિનેત્રી કંગના રણોતને ટિકિટ આપી છે.

જણાવી દઈએ કે, ભાજપ તરફથી આ અગાઉ ચાર યાદીમાં કુલ 291 ઉમેદવારોનું એલાન થઈ ચૂક્યું છે. પહેલી યાદીમાં 195, બીજીમાં 72, ત્રીજીમાં 9 અને ચોથી યાદીમાં 15 ઉમેદાવારોના નામની જાહેરાત કરાઈ હતી. ત્યારે હવે પાંચમી યાદીમાં 111 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. આમ ભાજપે અત્યાર સુધીમાં 402 ઉમેદવારોનું એલાન કર્યું છે.

જ્યારે કોંગ્રેસે અત્યાર સુધીમાં ચાર યાદી જાહેર કરી છે. જેમાં પહેલી યાદીમાં 39 ઉમેદવાર, બીજી યાદીમાં 43 ઉમેદવાર, ત્રીજી યાદીમાં 57 ઉમેદવાર અને ચોથી યાદીમાં 45 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. આમ કોંગ્રેસે અત્યાર સુધીમાં 185 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. મધ્યપ્રદેશમાં દિગ્વિજય સિંહને રાજગઢથી ટિકિટ અપાઈ છે. જ્યારે વારાણસીમાં વડાપ્રધાન મોદીની સામે અજય રાયને ઉતારાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…

આ પણ વાંચોઃ  IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….