India vs Pakistan/ મેચને લઇ સુરતવાસીઓમાં ભારે ઉત્સાહ ,ક્રિકેટ રસિકોએ બનાવ્યા તિરંગા-મેચના ટેટૂ

ભારત અને પાકિસ્તાન વચ્ચે થતી મેચનો રોમાંચ સૌથી વધુ જોવા મળતો હોય છે. આજે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન સામે ટક્કર આપવાના છે

Gujarat Surat
Untitled 448 મેચને લઇ સુરતવાસીઓમાં ભારે ઉત્સાહ ,ક્રિકેટ રસિકોએ બનાવ્યા તિરંગા-મેચના ટેટૂ

ક્રિકેટને લઈને હંમેશા ઉત્સુકતા ખૂબ જ વધારે રહેતી હોય છે પરંતુ જ્યારે વાત ભારત અને પાકિસ્તાનની હોય છે ત્યારે સ્વાભાવિક રીતે સમગ્ર દેશ લાગણીથી જોડાઈ જતો હોય છે. આપણા સૌથી કટ્ટર અને પ્રતિસ્પર્ધી મનાતા પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયા સજ્જ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના સપોર્ટમાં સમગ્ર દેશ અને સુરતીઓ પણ ઉત્સાહ વધારી રહ્યા છે. સુરતના વેસુ વિસ્તારની અંદર નાના મોટા સૌ કોઈ ક્રિકેટના રંગમાં રંગાઈ રહ્યા છે. ક્રિકેટ રસિયાઓ ચહેરા ઉપર તિરંગાના ટેટૂ બનાવ્યા હતા.

નાના મોટા સૌ કોઈ ભારત પાકિસ્તાનની મેચ જોવા માટે આતુર
ભારત અને પાકિસ્તાન વચ્ચે થતી મેચનો રોમાંચ સૌથી વધુ જોવા મળતો હોય છે. આજે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન સામે ટક્કર આપવાના છે ત્યારે ક્રિકેટ ચાહકો પણ આ ક્ષણને ખુબ જ આતુરતાથી રાહ જોઈને બેસી રહ્યા છે. આજે સવારથી જ સુરતના અલગ-અલગ થિયેટરો, પાર્ટી પ્લોટ અને સોસાયટીઓની અંદર ક્રિકેટ માટેની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સ્ક્રીન લગાડીને મેચ નિહાળવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. નાના મોટા સૌ કોઈ ભારત પાકિસ્તાનની મેચ જોવા માટે આતુર છે.

ચાહકો હાથમાં રાષ્ટ્રીય ધ્વજ લઈને તૈયાર થઈ ગયા
ક્રિકેટની વાત આવે અને તેમાં પણ ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની હોય છે. ત્યારે ક્રિકેટ ચાહકો આકર્ષણ અલગ જ પ્રકારનો જોવા મળતું હોય છે. અત્યારથી જ ક્રિકેટ રસિયાઓ પોતાના ચહેરા ઉપર તિરંગાના ટેટૂ બનાવી રહ્યા છે અને હાથમાં રાષ્ટ્રીય ધ્વજ લઈને તૈયાર થઈ ગયા છે.