Not Set/ 16 વર્ષીય કિશોરીને પીંખી નાખનાર 8 હવસખોરો ગણતરીના કલાકોમાં જેલના સળિયા પાછળ

આઠેય હવસખોરોએ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે ઝઘડિયા પોલીસ મથકે અપહરણ, દુષ્કર્મ, પોકસો અને બે આરોપીઓ સામે એટ્રોસિટી એકટની ફરિયાદ દાખલ કરાઈ હતી

Gujarat Others
સુરત 8 16 વર્ષીય કિશોરીને પીંખી નાખનાર 8 હવસખોરો ગણતરીના કલાકોમાં જેલના સળિયા પાછળ
  • 16 વર્ષીય કિશોરીને પીંખી નાખનાર 8 હવસખોરો જેલના સળિયા પાછળ, રિમાન્ડની તજવીજ હાથ ધરાય
  • ઝઘડિયામાં 16 વર્ષીય કિશોરી પર ગેંગ રેપનો મામલો
  • પોલીસે ગણતરીના કલાકોમાં હવસખોરોનો ઝડપી પાડયા
  • પોલીસે હવસખોરોને જેલના સળિયા પાછળ ધકેલી રિમાન્ડની તજવીજ હાથ ધરી

ઝઘડિયામાં 16 વર્ષની કિશોરી ઉપર સામુહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે આઠેય હવસખોરો ને ઝડપી પાડી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઝઘડિયાના એક ગામમાં 16 વર્ષની આદિવાસી કિશોરીને પૈસાની લાલચ આપી બાઇક ઉપર બેસાડી પરિચિત ધારોલીનો વિશાલ વસાવા ખેતરે લઈ ગયો હતો. જ્યાં કિશોરી સાથે બદકામ કર્યા બાદ તેણે અન્ય 7 મિત્રોને પણ ફોન કરી બોલાવ્યા હતા. આઠેય હવસખોરો એ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે ઝઘડિયા પોલીસ મથકે અપહરણ, દુષ્કર્મ, પોકસો અને બે આરોપીઓ સામે એટ્રોસિટી એકટની ફરિયાદ દાખલ કરાઈ હતી.ગંભીર ગુનામાં DYSP ચિરાગ દેસાઈએ તપાસ આરંભી 3 ટીમો બનાવાઈ હતી.

જેમાં ધારોલી, મોરતલાવ અને માંડવાથી આઠેય આરોપીઓ વિશાલ વસાવા, કમલેશ વસાવા, કાર્તિક વસાવા, મનોજ વસાવા, ભાવિન વસાવા, અક્ષય વસાવા, મેહુલ પટેલ અને શાહિલ મોગલને ઝડપી પાડવામાં આવ્યા હતા.ઝડપાયેલા આરોપીઓના કોવિડ ટેસ્ટ, કિશોરીનું મેડિકલ પરીક્ષણ, ઓળખ પરેડ, ફોરેન્સિક અને ટેક્નિકલ તપાસ સાથે પોલીસે આઠેયના રિમાન્ડ મેળવવા તજવીજ આરંભી છે.

ગુજરાત / મૌલાનાએ ગુજરાતમાંથી દરગાહ બનાવવા પૈસા ઉઘરાવ્યાં અને ખરીદ્યા હથિયાર, શું હતો પ્લાન ?

રાજકોટ / મહિલા કોન્સ્ટેબલની પજવણી કરનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ, હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

રાજકીય / કુંવરજી બાવળિયા ભાજપ, કોંગ્રેસ કે પછી અપક્ષ કોના ચૂંટણી ચિન્હ ઉપર લડશે આગામી ચૂંટણી ?

Gujarat / પ્રાથમિક શાળાઓમા ૧૦,૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરાશે : જીતુ વાઘાણી