Maulavi Remand/ સુરતમાંથી પકડાયેલા મૌલવીના દસ દિવસના રિમાન્ડ

સુરતમાંથી પકડાયેલા મૌલવીને દસ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. કોર્ટે મોલવી અબુબકર ટિમોલના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટ દ્વારા દસ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડના માંગ્યા હતા. મૌલવીએ આમીલની પદવી મેળવી પણ છે.

Top Stories Gujarat Surat Breaking News
Beginners guide to 4 3 સુરતમાંથી પકડાયેલા મૌલવીના દસ દિવસના રિમાન્ડ

સુરતઃ સુરતમાંથી પકડાયેલા મૌલવીને દસ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. કોર્ટે મોલવી અબુબકર ટિમોલના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટ દ્વારા દસ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડના માંગ્યા હતા. મૌલવીએ આમીલની પદવી મેળવી પણ છે.

મૌલવી ડોગરભાઈ પાકિસ્તાન અને શહેનાઝ સાથે સંપર્કમાં હતા. આ ઉપરાંત મૌલવી પાકિસ્તાનના હેન્ડલર સાથે સંપર્કમાં હતા. હિન્દુવાદી નેતા ટાર્ગેટ પર હતા. મૌલવીએ આમીલની પદવી પણ મેળવી છે. પોલીસનું માનવું છે કે આ કેસમાં મૌલવીની રિમાન્ડ પર તલસ્પર્શી પૂછપરછ પછી મોટાપાયા પર ફણગા ફૂટી શકે તેમ છે. તેથી આગામી સમયમાં આ કેસમાં બીજું મોટું કોઈ રહસ્યોદઘાટન થાય તો કોઈને આશ્ચર્ય નહીં થાય.

સુરતના રાષ્ટ્રીય સનાતન ધર્મના પ્રમુખ અને હિન્દુ નેતા ઉપદેશ રાણાની હત્યા કરવાના પ્લાન અંગે આરોપીઓના મોબાઈલ ફોનમાં ચેટ થઈ હતી. આ ઉપરાંત આરોપીઓના મોબાઈલ ફોનમાંથી હૈદરાબાદના ભાજપ ધારાસભ્ય રાજા સિંહ અને નુપુર શર્માને ધમકાવવાની અને નિશાન બનાવવાની યોજના પણ મળી આવી છે. આરોપીના ફોન પરથી પાકિસ્તાન અને નેપાળમાં અનેક કોલ કરવામાં આવ્યા છે. ચેટમાં પાકિસ્તાનથી હથિયાર મંગાવવાનો મામલો પણ સામે આવ્યો છે.

સુરતના હિંદુ નેતા ઉપદેશ રાણાએ પણ ધમકીઓ મળવા અંગે ગયા મહિને FIR નોંધાવી હતી. મૌલાનાની કોલ ડિટેલ્સમાં ધમકીભરી ચેટ પણ મળી આવી છે. હવે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરશે. પકડાઈ ન જાય તે માટે આરોપીઓ પોતાના ટાર્ગેટને અલગ અલગ નામથી બોલાવતા હતા.

પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે મીડિયા સાથે વાત કરતા મૌલાના સોહેલ અબુબકર વિશે મોટો ખુલાસો કર્યો છે. તેમને કહ્યું કે મૌલવીની સુરતના ચોક બજાર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સુરતના કામરેજ વિસ્તારના કારશ ગામનો રહેવાસી છે. આરોપી એક દોરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરે છે અને ગામમાં નાના બાળકોને ધાર્મિક શિક્ષણ આપે છે. જ્યારે તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી અને તેના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી ત્યારે કેટલીક ચેટિંગ અને કોલ ડિટેઈલ મળી આવી હતી જે આશ્ચર્યજનક હતી.

સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય દેશોના લોકો પણ આરોપીના ગ્રુપ સાથે જોડાયેલા છે. જેમાં પાકિસ્તાન, નેપાળ, ઈન્ડોનેશિયા, વિયેતનામ અને કઝાકિસ્તાન પણ સામેલ છે. આરોપીના પાકિસ્તાની હેન્ડલરે પણ તેને ખાતરી આપી હતી કે અમે શક્ય તેટલી વહેલી તકે હથિયારો તેને પહોંચાડીશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અંબાજીમાં મારબલ ફેકટરીમાં CGSTના દરોડા, રૂ. 20 કરોડની ચોરી પકડાઇ

આ પણ વાંચો:પાટણમાં રાધનપુર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત

આ પણ વાંચો:શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ

આ પણ વાંચો:મતદાનના દિવસે હીટવેવની આગાહી, 44 ડિગ્રીએ પહોંચી શકે ગરમી