arrested in Haryana/ વોટ્સએપ પર ડીલ, એક રાતની ફી રૂપિયા 8 હજાર

ગુરગ્રામમાં સેક્સ રેકેટને લઈને ટોંકાવનારો ખુલાસો

Top Stories India

Haryana News : વોટ્સએપ પર ડીલ, ફોટો બતાવીને સિલેક્શન, એક રાતપી ફી રૂ. 8,000…ગુરગ્રામ પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યા બાદ મામલાની તપાસ કરી હતી. જેમાં આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

ગુરગ્રામની ન્ટૂ કોલોની પોલીસની ટીમે રેલ્વે રોડ સ્થિત એક હોટેલ પર દરોડો પાડીને સેક્સ રેકેટ ઝડપ્યું હતું. પોલીસે નકલી ગ્રાહક મોકલીને બે મહિલાઓ અને સેક્સ રેકેટ ચલાવતા શક્સની ઘટનાસ્થલેથી ઝડપી લીધા હતા. પુછપરછમાં આરોપી બાબુલ શેખે પોલીસને કેવી રીતે આ ગોરખધંધો ચલાવતો હતો તે જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ કર્મીને ગ્રાહક બનાવીને મોકલાયો હતો. સેક્સ રેકેટ ચલાવતા બાબુલ શેખ સાથે તેનો સંપર્ક કરાવાયો હતો. બાબુલે છોકરીઓના ફોટા બતાવીને સિલેક્શન કરાવ્યું અને 8 હજાર રૂપિયામાં એક રાતની ડીલ થઈ હતી. ફોટો અને પૈસાની લેવડદેવડ વોય્સએપ પર થઈ હતી. હોટેલનું લોકેશન પણ બાબુલે મોકલ્યું હતું.

બાદમાં બોગસ ગ્રાહક બનીને પોલીસ કર્મી હોટેલ પર ગયો અને બાબુલ સાથે ડીલ બાબતે વાત કરી ત્યારે પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. રૂમમાં બુલ સિવાય બે મહિલા પણ હતી. પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા અને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલસને બાબુલના મોબાઈલમાંથી અનેક ફોન નંબર અનેક યુવતીઓના અશ્લિલ ફોટો મળ્યા હતા. પુછપરછમાં બાબુલે કહ્યું કે નંબર ગ્રાહકોના છે અને ફોટા તે યુવતીઓના છે જે રેકેટમાં તેની સાથે સામેલ છે.

બાબુલે તેના સહયોગી અનૂપ બાબતે પણ જણાવ્યું  હતું જેની પોલીસ તપાસ કરી રહી છે. પકડાયેલી યુવતીઓને ચેતવણી આપીને ચોડી મુકાઈ છે પણ બાબુલ વિરૂધ્ધ કાર્યવાહી ચાલુ છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણમાં રાધનપુર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત

આ પણ વાંચો:શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ

આ પણ વાંચો:મતદાનના દિવસે હીટવેવની આગાહી, 44 ડિગ્રીએ પહોંચી શકે ગરમી