Gurugram Bus Fire/ ગુરુગ્રામમાં મુસાફરોથી ભરેલી વોલ્વો બસમાં આગ લાગતા અફરાતફરી મચી,બે લોકોના મોત

દિલ્હીને અડીને આવેલા સાયબર સિટી ગુરુગ્રામમાં ચાલતી વોલ્વો બસમાં આગ લાગી હતી.આગ લાગ્યા બાદ કેટલાક લોકોએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

Top Stories India

દિલ્હીને અડીને આવેલા સાયબર સિટી ગુરુગ્રામમાં ચાલતી વોલ્વો બસમાં આગ લાગી હતી.આગ લાગ્યા બાદ કેટલાક લોકોએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનામાં બે લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઘટનામાં ઘાયલ લોકોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસ ગુરુગ્રામથી મહોબા જઈ રહી હતી. શરૂઆતમાં માહિતી આવી રહી હતી કે 10-12 લોકોએ બસની બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. બીજી તરફ, માહિતી મળતાની સાથે જ સ્થાનિક પ્રશાસને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. બસમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે. બસ નંબર AR 01 K7707 આગનો ભોગ બની હતી.

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ દુર્ઘટના 32 માઈલસ્ટોન બિલ્ડિંગની સામે રાત્રે 9 વાગ્યે થઈ હતીકે લોકો ઘણી વાર રાત્રે વોલ્વો ટૂરિસ્ટ બસમાં મુસાફરી કરે છે, જેમાં ઘણી સ્લીપર બસો પણ હોય છે.



આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો