Not Set/ મોરબી : સીરામીક યુનિટમાં દરોડાની કામગીરી યથાવત, વધુ એક યુનિટમાં દરોડા

રાજ્ય સરકારના ગુડઝ એન્ડ સવિર્સ ટેકસના વિભાગ-10ના અધિકારીઆે દ્વારા મોરબીના એક સિરામિક યુનિટમાં આજે દરોડા પાડવામાં આવ્યો હતો. જે અંગે હાલ તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત હાલના સમયમાં આજથી ચાર દિવસ પહેલા વિભાગ-7ના અધિકારીઆેની ટીમ દ્વારા જીએસટીનો દરોડા પાડવામાં આવ્યો હતો. જેની તપાસ પણ ચાલી રહી છે. ત્યારે વધુ […]

Top Stories Gujarat Others

રાજ્ય સરકારના ગુડઝ એન્ડ સવિર્સ ટેકસના વિભાગ-10ના અધિકારીઆે દ્વારા મોરબીના એક સિરામિક યુનિટમાં આજે દરોડા પાડવામાં આવ્યો હતો. જે અંગે હાલ તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Symbolic Image

આ ઉપરાંત હાલના સમયમાં આજથી ચાર દિવસ પહેલા વિભાગ-7ના અધિકારીઆેની ટીમ દ્વારા જીએસટીનો દરોડા પાડવામાં આવ્યો હતો. જેની તપાસ પણ ચાલી રહી છે. ત્યારે વધુ એક યુનિટમાં દરોડો પાડતા મોરબી તેમજ આસપાસના યુનિટોના માલિકોમાં ચિંતા પ્રસરી જવા પામી છે.

Symbolic Image

આ અંગે હાલ જીએસટીના અધિકારી દ્વારા ઉંડી તપાસ હાથ ધરવામાં આવી રહી હોય હજુ સુધી સતાવાર આંકડો જાહેર થયો નથી. તેમજ અધિકારીઆે દ્વારા કેટલી કરચોરી યુનિટ દ્વારા કરવામાં આવી છે તે અંગેનો આંકડો સંભવિત રીતે સાંજ સુધીમાં બહાર આવી શકે છે.