Assembley election 2023/ મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીમાં 40 બેઠકો પર થશે મતદાન

મિઝોરમમાં 40 બેઠકો પર 174 ઉમેદવારો ચૂંટણી લડશે. આ ઉમેદવારોમાં 18 મહિલા ઉમેદવારો છે. જ્યારે 8.57 લાખથી વધુ મતદારો પોતાના ઉમેદવાર માટે મતદાન કરશે.

Top Stories India

આજે છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જયારે મિઝોરમમાં 40 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. છત્તીસગઢમાં નકસલી હુમલા બાદ મિઝોરમમાં ચૂંટણીક્ષેત્રમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા લાગુ કરતા 3,000 પોલીસ કર્મચારીઓ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના 5,400 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

મિઝોરમમાં 40 બેઠકો પર 174 ઉમેદવારો ચૂંટણી લડશે. આ ઉમેદવારોમાં 18 મહિલા ઉમેદવારો છે. જ્યારે 8.57 લાખથી વધુ મતદારો પોતાના ઉમેદવાર માટે મતદાન કરશે. મિઝોરમમાં હાલ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) સત્તામાં છે અને તેની સામે વિપક્ષમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) અને કોંગ્રેસે તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. જ્યારે ભાજપ પક્ષે 23 અને આમ આદમી પાર્ટીએ ફક્ત 4 બેઠકો પર અને 27 અપક્ષ ઉમેદાવારો ચૂંટણી લડી રહ્યા છે.

મિઝો નેશનલ ફ્રન્ટ ઝોરામથાંગા કે જે મિઝોરમના મુખ્યમંત્રીએ પોલિંગ બૂથ ખુલ્યા બાદ તરત જ મત આપ્યો હતો. સીએમ ઝોરામથાંગાએ વહેલી સવારે આઈઝોલ હેઠળના મતદાન મથક 19-Aizawl Venglai-I YMA હોલમાં મતદાન કર્યું. મતદાન આપ્યા બાદ તેમની પાર્ટી રાજ્યમાં સત્તા જાળવી રાખવામાં સફળ થશે અને પૂર્ણ બહુમત સાથે તેઓ સરકાર બનાવવા જઈ રહ્યા છીએ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

વિધાનસભા ચૂંટણીને લઈને આજે વહેલી સવારથી જ લોકો મતદાન આપવા પ્રોત્સાહિત હોવાનું દેખાય છે. તમામ 40 બેઠકો પર 1,276 મતદાન મથકો પર ઉમેદવારોના ભાવિ નક્કી થશે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં 149 દૂરસ્થ મતદાન મથકો છે, જ્યારે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદોની આસપાસના લગભગ 30 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.

મિઝોરમમાં દેશમાં સૌથી વધુ શાંતિપૂર્ણ ચૂંટણીઓ કરાવવાની પરંપરા છે. જો કે છત્તીસગઢમાં થયેલ અણબનાવ બાદ સુરક્ષાને પગલે મતદાન પહેલા મ્યાનમાર સાથેની 510 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ અને બાંગ્લાદેશ સાથેની 318 કિલોમીટર લાંબી સરહદ સીલ કરી દેવામાં આવી છે. ઉપરાંત આસામના ત્રણ જિલ્લા, મણિપુરના બે જિલ્લા અને ત્રિપુરાના એક જિલ્લા સાથેની આંતર-રાજ્ય સરહદો પણ બંધ કરી દેવામાં આવી છે. આજે મિઝોરમમાં થતી વિધાનસભા ચૂંટણીની તમામ 40 બેઠકો પર મતગણતરી 3 ડિસેમ્બરે થશે.



આ પણ વાંચો : પ્રહાર/ રાજસ્થાનના CM અશોક ગહલોતે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચો : Israel Gaza War/ ઈઝરાયલ-ગાઝા યુદ્ધમાં ઈતિહાસમાં સૌથી વધુ યુએન રાહતકર્મીઓના મોત, ગુટેરેસે કરી આ મોટી માંગ

આ પણ વાંચો : Assembly Elections 2023/ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કાના મતદાન દરમ્યાન નકસલીઓએ કર્યો IED બ્લાસ્ટ, CRPF જવાન ઘાયલ