Hormuz Strait News: હોર્મુઝ સ્ટ્રેટમાં એક સુપરટેન્કર(Supertanker) બે નૌસેનાની માઇન્સ સાથે અથડાયા બાદ તેમાં આગ લાગ્યાનો દાવો ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ એટલે કે IRGC દ્વારા કરવામાં આવ્યો છે. IRGCના જણાવ્યા અનુસાર આ ઘટના હોર્મુઝ સ્ટ્રેટના દક્ષિણ ભાગમાં બની હતી અને અથડામણ બાદ જહાજને સંપૂર્ણપણે રોકવું પડ્યું હતું.
બે માઇન્સ સાથે અથડાયા બાદ જહાજમાં આગ
IRGCના દાવા પ્રમાણે સુપરટેન્કર(Supertanker) એવા દરિયાઈ માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું જેને ઈરાન પોતાના નિયમો વિરુદ્ધ માને છે. આ દરમિયાન જહાજ બે નૌસેનાની માઇન્સ સાથે અથડાયું હતું. અથડામણ બાદ તેમાં ભારે આગ લાગી અને જહાજને રોકી દેવામાં આવ્યું. જોકે, ઈરાને હજુ સુધી સુપરટેન્કરનું નામ, તેનો ધ્વજ, તેમાં રહેલા માલસામાન અથવા ક્રૂ અંગે કોઈ વિગત જાહેર કરી નથી.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની પણ સત્તાવાર માહિતી સામે આવી નથી. IRGCએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા અન્ય જહાજોને(Supertanker) પણ ચેતવણી આપી છે. ઈરાનના જણાવ્યા પ્રમાણે તેના દ્વારા નક્કી કરવામાં આવેલા નેવિગેશન નિયમોનું પાલન નહીં કરનારા જહાજોને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. ઈરાને શિપિંગ કંપનીઓને અમેરિકી સેનાના નિર્દેશોનું પાલન ન કરવાની પણ અપીલ કરી છે. આ ચેતવણીથી હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્રીય શિપિંગને લઈને ચિંતા વધી છે.

લારક આઈલેન્ડ પર અમેરિકી હુમલા સાથે કનેક્શન
હોર્મુઝ સ્ટ્રેટમાં માઇન્સના જોખમને અમેરિકાની તાજેતરની સૈન્ય કાર્યવાહી સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. અમેરિકી સેનાએ ઈરાનના લારક આઈલેન્ડ પર હુમલો કર્યો હતો. અમેરિકી દાવા મુજબ લારક આઈલેન્ડ પર ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના બે રોકેટ લોન્ચ સિસ્ટમને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમેરિકાનું કહેવું હતું કે આ સિસ્ટમનો ઉપયોગ હોર્મુઝ સ્ટ્રેટમાં(Supertanker) દરિયાઈ માઇન્સ મૂકવાની તૈયારી માટે થઈ રહ્યો હતો.
અમેરિકાએ હોર્મુઝને શિપિંગ માટે જોખમી ગણાવ્યું
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે હોર્મુઝ સ્ટ્રેટમાં માઇન્સ મૂકવાની સંભાવનાને આંતરરાષ્ટ્રીય શિપિંગ માટે ગંભીર ખતરો ગણાવ્યો હતો. અમેરિકી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટમાંથી અગાઉની માઇન્સ દૂર કરવામાં આવી હતી, પરંતુ ઈરાની દળો ફરીથી માઇન્સ મૂકવાની તૈયારી કરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હવે સુપરટેન્કર(Supertanker) બે માઇન્સ સાથે અથડાયું હોવાના ઈરાનના દાવાથી આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગની સુરક્ષા અંગે નવા સવાલો ઊભા થયા છે. એક તરફ ઈરાન પોતાના નેવિગેશન નિયમોનું પાલન કરાવવાની વાત કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ અમેરિકા હોર્મુઝમાં આંતરરાષ્ટ્રીય શિપિંગની સુરક્ષાને લઈને સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ અને ગેસ પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ હોવાથી અહીં વધતો તણાવ આંતરરાષ્ટ્રીય શિપિંગ અને વૈશ્વિક ઊર્જા બજાર માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશ મક્કા ડિફેન્સ એગ્રીમેન્ટમાં જોડાશે? સાઉદી-પાકિસ્તાન-તુર્કી સાથે હાથ મિલાવવાની તૈયારી
આ પણ વાંચો:હોર્મુઝ સ્ટ્રેટ નજીક અમેરિકાનો ઈરાન પર ફરી હુમલો, લારક ટાપુ પર રોકેટ લોન્ચર્સ નિશાન પર
આ પણ વાંચો:PM મોદીને ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન, ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે સહયોગ વધારવા નિર્ણયો
