PM Modi News: અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના તાજેતરના વિશ્લેષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની(PM Modi) વિદેશ નીતિ અને ભારતની વધતી વૈશ્વિક ભાગીદારીની ચર્ચા કરવામાં આવી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત છેલ્લા એક વર્ષ દરમિયાન વિવિધ દેશો સાથે વેપાર, ટેક્નોલોજી, સંરક્ષણ અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સંબંધો મજબૂત કરી રહ્યું છે.
એક વર્ષમાં અનેક દેશો સાથે સંપર્ક વધ્યો
ન્યૂયોર્ક ટાઈમ્સના વિશ્લેષણ મુજબ ઓગસ્ટ 2025થી પ્રધાનમંત્રી મોદીએ(PM Modi) અનેક દેશોની મુલાકાત લીધી છે, જ્યારે વિવિધ દેશોના નેતાઓ પણ ભારત આવ્યા છે. આ મુલાકાતોને માત્ર રાજદ્વારી મુલાકાતો તરીકે નહીં પરંતુ વેપાર અને વ્યૂહાત્મક સહયોગના હેતુ સાથે જોડવામાં આવી છે. ભારત અને બ્રિટન વચ્ચેના વેપાર સંબંધોને પણ આ વિશ્લેષણમાં મહત્વ આપવામાં આવ્યું છે. બંને દેશો વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી અનેક ઉત્પાદનો પરના ટેરિફમાં ઘટાડો અથવા સંપૂર્ણ છૂટ મળવાની અપેક્ષા છે. આ કરારથી આગામી સમયમાં બંને દેશો વચ્ચે વેપાર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

યુરોપિયન યુનિયન સાથે પણ મોટી પ્રગતિ
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગેની વાતચીતમાં પણ મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. EU ભારતના મોટા વેપારી ભાગીદારોમાં સામેલ છે અને બંને વચ્ચેના સંબંધો માત્ર વેપાર પૂરતા સીમિત ન રહેતા આર્થિક તથા વ્યૂહાત્મક સહયોગ તરફ પણ આગળ વધી રહ્યા છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ટેક્નોલોજી, રિસર્ચ, ઇનોવેશન અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધ્યો છે. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે.
The New York Times has taken note of what India has been quietly building over the last one year.
Its latest analysis, “Modi Is Hedging Against Trump, One Deal at a Time,” highlights how Prime Minister Narendra Modi has spent the past year expanding India’s network of strategic… pic.twitter.com/FkggZya5Y3
— Shivam Tyagi (Modi Ka Parivar) (@ShivamSanghi12) August 30, 2026
નોર્વે અને EFTA તરફથી રોકાણની આશા
ભારત(PM Modi) અને EFTA દેશો વચ્ચેના આર્થિક સહયોગનો પણ વિશેષ ઉલ્લેખ થયો છે. આ ભાગીદારી હેઠળ ભારતમાં મોટા પાયે રોકાણ અને રોજગારની તકો ઊભી કરવાની યોજના છે. નોર્વે સહિતના દેશો ભારતના વધતા બજાર અને વિકાસની સંભાવનાઓને મહત્વ આપી રહ્યા છે. દક્ષિણ કોરિયા સાથે ભારતના ઔદ્યોગિક અને શિપબિલ્ડિંગ ક્ષેત્રના સહયોગને પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ભારત પોતાની જહાજ નિર્માણ ક્ષમતાને વધારીને વૈશ્વિક સ્તરે ટોચના દેશોમાં સ્થાન મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે.
જર્મની સાથે સંરક્ષણ ટેક્નોલોજી
ભારત-જર્મની(PM Modi) સંબંધોમાં સંરક્ષણ અને ટેક્નોલોજી સહયોગની સંભાવનાઓ પણ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને સબમરીન ટેક્નોલોજી સહિતના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહયોગની ચર્ચા થઈ રહી છે. વિશ્લેષણનો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે ભારત પોતાની આર્થિક અને વ્યૂહાત્મક જરૂરિયાતો માટે કોઈ એક દેશ પર સંપૂર્ણપણે નિર્ભર રહેવા માંગતું નથી. અમેરિકા સાથે સંબંધો મહત્વપૂર્ણ હોવા છતાં ભારત યુરોપ, એશિયા અને અન્ય ક્ષેત્રોના દેશો સાથે પણ પોતાની ભાગીદારી વધારી રહ્યું છે.
The New York Times has taken note of what India has been quietly building over the last one year.
Its latest analysis, “Modi Is Hedging Against Trump, One Deal at a Time,” highlights how Prime Minister Narendra Modi has spent the past year expanding India’s network of strategic… pic.twitter.com/FkggZya5Y3
— Shivam Tyagi (Modi Ka Parivar) (@ShivamSanghi12) August 30, 2026
PM Modiની વિદેશ નીતિ પર ચર્ચા તેજ
ઇટાલી, ફ્રાન્સ, જર્મની, બ્રિટન, નોર્વે, દક્ષિણ કોરિયા, ન્યૂઝીલેન્ડ, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશો સાથે ભારતના વધતા સંબંધોને જોતા સ્પષ્ટ થાય છે કે ભારત પોતાની વૈશ્વિક ભાગીદારીનો વ્યાપ વધારી રહ્યું છે. વેપાર, રોકાણ, સંરક્ષણ, ટેક્નોલોજી, ઊર્જા અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં નવા વિકલ્પો ઊભા કરવાનું ભારતનું ધ્યાન છે. આ સમગ્ર વિશ્લેષણનો મુખ્ય સંદેશ એ છે કે ભારત(PM Modi) વૈશ્વિક સ્તરે પોતાની વ્યૂહાત્મક સ્વતંત્રતા જાળવીને વિવિધ દેશો સાથે પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને સંબંધો મજબૂત કરી રહ્યું છે.
આ પણ વાંચો: PM મોદીને ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન, ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે સહયોગ વધારવા નિર્ણયો
આ પણ વાંચો:નેપાળમાં પ્રિન્સિપાલની સમયસર સમજદારીએ1,643 બાળકોને પૂરના મોતના મોંમાંથી બચાવ્યા
આ પણ વાંચો:નેપાળમાં પૂર પૂર્વે ચેતવણી આપવામાં કેમ થઈ ચૂક? પ્રશાસનની કામગીરી સામે વિપક્ષ અને જનતાનો રોષ
