Australia win/ સાઉથ આફ્રિકાને હરાવીને ઓસ્ટ્રેલિયાનો વીમેન્સ ટી-20 વર્લ્ડ કપ પર કબ્જો

ઓસ્ટ્રેલિયાએ વીમેન્સ ક્રિકેટમાં અને તેમા પણ ખાસ કરીને ટી-20માં તેની બાદશાહત બરકરાર રાખી છે. ભારતને રોમાંચક સેમી ફાઇનલમાં હરાવ્યા પછી ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને સરળતાથી હરાવીને વીમેન્સ ટી-20 વર્લ્ડ કપ કબ્જે કર્યો હતો.

Top Stories Sports
Womens T20 world cup સાઉથ આફ્રિકાને હરાવીને ઓસ્ટ્રેલિયાનો વીમેન્સ ટી-20 વર્લ્ડ કપ પર કબ્જો

ઓસ્ટ્રેલિયાએ વીમેન્સ ક્રિકેટમાં Australia Win અને તેમા પણ ખાસ કરીને ટી-20માં તેની બાદશાહત બરકરાર રાખી છે. ભારતને રોમાંચક સેમી ફાઇનલમાં હરાવ્યા પછી ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને સરળતાથી હરાવીને વીમેન્સ ટી-20 વર્લ્ડ કપ કબ્જે કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લીધા પછી ઓપનર બેથ મૂનીના 53 બોલમાં નવ ચોગ્ગા અને એક છગ્ગાની Australia Win મદદથી અણનમ 74 રનના સથવારે 20 ઓવરમાં 6 વિકેટે 156 રન કર્યા હતા. તેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયાના ચુસ્ત બોલિંગ આક્રમણ સામે ઝાઝી છૂટ ન લઈ શકતા 20 ઓવરમાં 6 વિકેટે 137 રન જ કરી શકી હતી. આમ તેનો 19 રને પરાજય થયો હતો.

સાઉથ આફ્રિકા તરફથી ઓપનર લૌરા વોલવાર્ડ્ટના 48 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 61 રનને બાદ કરતાં કોઈ ખાસ પ્રદાન કરી શક્યું ન હતું. લૌરા પાંચમી વિકેટના સ્વરૂપમાં આઉટ થઈ તેના પગલે સાઉથ આફ્રિકાના વિજયની આશા પણ ઓસરી ગઈ હતી. સાઉથ આફ્રિકાની ટીમની ટી-20 વર્લ્ડ કપમાં પ્રથમ ફાઇનલ એન્ટ્રી હતી. ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ છઠ્ઠી વખત વીમેન્સ ટી-20 વર્લ્ડકપ ટાઇટલ જીત્યું હતું.

જો કે આ મેચ જીતવા માટે ઓસ્ટ્રેલિયા પહેલેથી જ હોટ ફેવરિટ હતુ. પણ આશ્ચર્યજનક રીતે સાઉથ આફ્રિકાની ચુસ્ત બોલિંગના લીધે ઓસ્ટ્રેલિયન બેટવુમન જોઈએ તેવી છૂટ લઈ શકી ન હતી. બેઠ ઉપરાંત એશ્લી ગાર્ડનરના 25 રનને બાદ કરતાં ઓસ્ટ્રેલિયાની બેટવૂમન ખાસ પ્રદાન આપી શકી ન હતી. સાઉથ આફ્રિકા તરફથી શબનમ ઇસ્માઇલ અને મેઝનિક કેપે બે-બે વિકેટ ઝડપી હતી. જયારે ટ્રાયોન અને મ્બાલાએ એક-એક વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ વાર-પલટવાર/ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું બેંક પર ભરોસો નથી,ભાજપે કર્યો પલટવાર

આ પણ વાંચોઃ વન નેશન-વન રેશન કાર્ડ/ કેન્દ્ર સરકારના નિર્ણયથી રેશનકાર્ડ ધારકોને મળી મોટી રાહત! દેશભરમાં નવો નિયમ લાગુ

આ પણ વાંચોઃ Political/ AAPએ મનીષ સિસોદિયાની ધરપકડને ગાણાવ્યો કાળો દિવસ