Loksabha Election 2024/ કોંગ્રેસ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે, ‘પંચ ન્યાય’ પર ધ્યાન કેન્દ્રિત

કોંગ્રેસ તેના મેનિફેસ્ટોમાં દેશમાં પેપર લીક માટે જવાબદાર લોકો સામે કડક કાયદા અને સજાનો પ્રસ્તાવ મૂકશે. સરકારી ભરતીમાં પારદર્શિતા લાવવા પગલાં સૂચવશે…..

Top Stories India Breaking News
Beginners guide to 2024 04 05T075620.596 કોંગ્રેસ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે, 'પંચ ન્યાય' પર ધ્યાન કેન્દ્રિત

New Delhi News: લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી મેનિફેસ્ટો (ચૂંટણી ઢંઢેરો) આજે જાહેર કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતેથી મેનિફેસ્ટો જાહેર કરશે. મેનિફેસ્ટોમાં કોંગ્રેસના ‘પંચ ન્યાય’ અથવા ન્યાયના પાંચ સ્તંભો પર ભાર મૂકવામાં આવશે. જેમાં યુવા ન્યાય, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમ ન્યાય, સહભાગી ન્યાયનો સમાવેશ થાય છે.

લોકસભા ચૂંટણી માટે લોકોને આપવામાં આવેલી ગેરંટીનો પણ મેનિફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવશે. કોંગ્રેસ પ્રથમ વખત પોતાના મેનિફેસ્ટોમાં યુવાનોને રોજગાર અધિકાર આપવાનું વચન પણ આપશે.

સૂત્રો મુજબ કોંગ્રેસ તેના મેનિફેસ્ટોમાં દેશમાં પેપર લીક માટે જવાબદાર લોકો સામે કડક કાયદા અને સજાનો પ્રસ્તાવ મૂકશે. સરકારી ભરતીમાં પારદર્શિતા લાવવા પગલાં સૂચવશે. ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી આપવા અને જાતિવાર વસ્તી ગણતરી કરવાનું વચન આપી શકે છે. સીમાંત વર્ગોને આર્થિક સહાય આપવા પર પણ ભાર મૂકવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોટા એક્ટર સાથે કામ કરવાની ઘેલછામાં ફસાઈ અભિનેત્રી, લાલચ આપી હેવાને આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ભાઈને બહેનની દારૂ પીવાની આદત ન ગમતાં કરી હત્યા અને પછી લાશ સાથે જે કર્યું….

આ પણ વાંચો:ચાલુ ટ્રેનમાંથી રજનીકાંતે TTEને માર્યો ધક્કો, સામેથી આવતી ટ્રેને કચડી નાખ્યો